Home GUJARAT ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યામાં વધુ એક મહિલા આરોપીની ધરપકડ

ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યામાં વધુ એક મહિલા આરોપીની ધરપકડ

137
0

ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની 8 જાન્યુઆરીએ સયાજીનગરી એક્સપ્રેસમાં હત્યા કરવામાં અવી હતી આ કેસ પોલીસે 9 આરોપી ઓની ધરપકડ કરી હતી જયારે આ કેસમાં છેલ્લા ઘણા સમયથી ભાગત ફરતા મુખ્ય સુત્રધાર મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉની ગુજરાત CID રેલ્વે ક્રાઈમ ટીમે ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી હતી.આ લોકોની ધરપકડ બાદ ભાનુશાળી હત્યામાં ધરપકડનો આંક 11 પર પહોંચ્યો છે.

આપને જણાવી દઈએ કે 8 જાન્યુઆરીએ જયંતી ભાનુશાળી ટ્રેનમાં ભુજથી અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે રેલ્વે કોટમાં જ બે શખ્સોએ ગોળી મારીને ભાનુશાળીને મોતને ઘાટ ઉતર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ભાનુશાળી અને મનીષા ગોસ્વામીની ગાઢ મિત્રતા પૈસાને લીધે દુશ્મનાવટમાં ફેરવાઈ ગઈ હતી. જ્યારે આ કેસના બીજા સુત્રધાર ભાજપના પુર્વ ધારાસભ્ય છબીલ પટેલ જયંતિના રાજકીય હરિફ હતા. આમ મનિષા અને છબીલ પટેલે જયંતિનો કાંટો કાઢી નાખવા માટે હાથ મીલાવ્યો હતો અને સાથે મળી મહારાષ્ટ્રના ભાડૂતી મારાઓ લાવી તેમની હત્યા કરાવી નાખી  હતી.

મનીષા હત્યા થયા બાદકચ્છથી ભાગી ગઈ હતી. જ્યારે છબીલ પટેલ ભાગીને અમેરિકા જતો રહ્યો હતો. બીજી બાજુ પોલીસની તપાસમાં હત્યારાઓ છબીલના ફાર્મ હાઉસમાં રોકાયા હોવાનુ સામે આવ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here