ભારતીય ટીમના મેનુમાં હલાલ ફૂડને શામેલ કરવાને લઈને થયો છે હોબાળો, જાણો શું છે આ રેસિપી

  1629

  ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 25 નવેમ્બરથી કાનપુરમાં ટેસ્ટ સિરીઝ રમાશે. હોટેલ મેનેજમેન્ટે ભારતીય ખેલાડીઓ માટે ફૂડ મેનુ પણ બહાર પાડ્યું છે. તેમાં ડુક્કરનું માંસ અને બીફને બાકાત રાખવમ આવ્યું છે. પરંતુ હલાલ માંસ પીરસવાની મંજૂરી આપી છે. જ્યારથી આ મેનૂ બહાર આવ્યું છે, લોકો સોશિયલ મીડિયા પર BCCIને ઉગ્ર રીતે ટ્રોલ કરી રહ્યા છે. લોકો BCCI પર હલાલ મીટને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી રહ્યા છે. ચાલો જાણીએ કે હલાલ માંસ શું છે અને શા માટે દર વખતે તેના પર વિવાદ થાય છે.

  ભારતીય ખેલાડીઓ માટે હોટલ મેનેજમેન્ટ દ્વારા જારી કરાયેલા ફૂડના મેનુમાં હલાલ મીટ પીરસવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યારથી આ મેનૂ બહાર આવ્યું છે, લોકો સોશિયલ મીડિયા પર BCCIને ઉગ્ર રીતે ટ્રોલ કરી રહ્યા છે. લોકો BCCI  પર હલાલ મીટને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવી રહ્યા છે.

  હલાલ મીટ વિશે જાણો

  હલાલ એક અરબી શબ્દ છે અને તે ઇસ્લામિક કાયદા અનુસાર વ્યાખ્યાયિત થયેલ છે. ઇસ્લામમાં માત્ર હલાલ માંસની પ્રક્રિયાને અનુસરવાની મંજૂરી છે. જેમાં ધાબીહા એટલે કે ગળાની નસ અને શ્વાસનળી કાપીને પશુઓને મારવા જરૂરી માનવામાં આવ્યા છે. મારતી વખતે પ્રાણીઓનું જીવંત અને સ્વસ્થ હોવું પણ જરૂરી છે. આમાં, પ્રાણીઓના શબમાંથી બધુ લોહી વહી જવા દેવાય છે. આ પ્રક્રિયા દરમિયાન વિશેષ શ્લોકોનું પઠન કરવામાં આવે છે જેને તસ્મિયા અથવા શહાદા કહેવામાં આવે છે. હલાલની પ્રક્રિયા પણ ઘણીવાર ચર્ચામાં રહે છે, જેમ કે પ્રાણીઓને તેમાં શાંત કરી શકાય કે નહીં.

  હલાલ ફૂડ ઓથોરિટી (HFA) અનુસાર, કોઈપણ પ્રાણીને મારવા માટે તેને બેભાન કરી શકાય નહીં. જો કે, જ્યારે પ્રાણી બચી જાય અને પછી તેને બેભાન કરી શકાય અને  હલાલ રીતે મારવામાં આવે ત્યારે તેનું પાલન કરી શકાય છે. HFA માર્ગદર્શિકા મુજબ, કતલખાનાઓમાં આ નિયમનું પાલન થવું જ  જોઈએ.

  સમગ્ર વિશ્વમાં ગ્રાહકોને સાચી માહિતી આપવા માટે હલાલ ઉત્પાદનોના યોગ્ય લેબલિંગની માંગ કરવામાં આવી છે. બીબીસીના અહેવાલ મુજબ, યુકેમાં મુસ્લિમ વસ્તીને ધ્યાનમાં રાખીને, રેસ્ટોરન્ટ અને ત્યાંના દુકાનદારો હલાલ પ્રક્રિયાને સંપૂર્ણ રીતે અનુસરે છે. હલાલ ફૂડ ઓથોરિટીનું કહેવું છે કે મુસ્લિમ ગ્રાહકોને જાળવી રાખવા માટે કતલખાનાઓમાં હલાલ પ્રક્રિયાઓ અપનાવવી જરૂરી છે.