Home GUJARAT ગુજરાત બહારથી આવતા લોકોએ ચેકપોસ્ટ પર ફરજીયાત હેલ્થ ચેકઅપ કરાવવું પડશે

ગુજરાત બહારથી આવતા લોકોએ ચેકપોસ્ટ પર ફરજીયાત હેલ્થ ચેકઅપ કરાવવું પડશે

671
0

ગુજરાતમાં પ્રવેશતા મુસાફરો માટે હેલ્થ ચેક અપ ફરજીયાત બનાવી દેવાયું છે. રાજ્યના ગૃહ વિભાગે જો કોઇ બહારથી આવતા મુસાફરમાં કોઈ પણ પ્રકારનાં લક્ષણ દેખાય તો તાત્કાલિક અસરથી તેનું સંપૂર્ણ પરીક્ષણ કરવા માટે પણ આદેશ કર્યો છે. સાથે જ રાજ્યની તમામ ચેકપોસ્ટો પર આરોગ્ય પરીક્ષણ કરી શકાય તેવી વ્યવસ્થા કરવા માટે પણ કહેવાયું છે.

પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે આંતર રાજ્ય અને રાજ્યની અંદર અવરજવર માટે કોઈ નિયંત્રણ નથી. તેથી મંજૂરી કે ઈ-પાસની આવશ્યકતા રહેતી નથી. તેમ છતાં અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશતા મુસાફરોનું હેલ્થ ચેકઅપ થાય તે જરૂરી છે. આથી અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવતા મુસાફરોની સંબંધિત ચેકપોસ્ટ પર હેલ્થ ચકાસણી કરવામાં આવે. સમગ્ર વ્યવસ્થા આરોગ્ય વિભાગના સહયોગથી ગોઠવવામાં આવે તેવો આદેશ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here