Home GUJARAT ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, આ વિસ્તારમાં પડી શકે છે સૌથી વધુ વરસાદ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી, આ વિસ્તારમાં પડી શકે છે સૌથી વધુ વરસાદ

219

ગુજરાતમાં હજુ પણ વરસાદની માહોલ છવાયેલો જુવા મળી રહ્યો છે, રાજ્યમાં સાર્વત્રિક વરસાદને કારણે જળાશયોમાં નવા નીર આવ્યા છે અને ગુજરાતમાંથી જળસંકટનો ખતરો ટળ્યો છે મહત્વનું છે કે ગુજરાતમાં વરસાદના અભાવના કારણે સિંચાઈથી લઈને જળાશયો માટે પાણીની અછત વર્તાઈ રહી હતી જો કે સપ્ટેમ્બર મહિલા બાદ મેઘરાજામાં મન મુકીને વરસતા હાલ અનેક ચેડડેમમાં પાણીની સારી આવક થઈ છે.

સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં સારા વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે તેવું હવામાન દ્વારા જણાવાતા આગામી દિવસોમાં અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, સાણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે. તો આ તરફ સૌરાષ્ટ્ર સહિતના પંથકમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આમ હજુ પણ વરસાદની માહોલ થયાવત્ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ તરફ દાહોદ, પંચમહલ, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, પાટણ, સહિત હળવાથી ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યુ છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે જ્યારે અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામા આવી છે