હિજાબ વિવાદના પડધા સુરત સુધી પહોંચ્યા, આ વિસ્તારની મહીલાઓએ યોજી મૌન રેલી

હિજાબ વિવાદના પડધા સુરત સુધી પહોંચ્યા, આ વિસ્તારની મહીલાઓએ યોજી મૌન રેલી

કર્ણાટક રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાથી શરૂ થયેલા બીજા વિવાદ વકરી રહ્યો છે. હવે સુરતની મુસ્લિમ સમાજની મહિલાઓએ શૈક્ષણિક સંસ્થાનોમાં તેમના ધર્મ મુજબનો પહેરવેશ પહેરવાની છૂટ આપવાની માંગ સાથે ઉન વિસ્તારમાં મૌન રેલી યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજની મહિલાઓ જોડાઈ હતી.

કર્ણાટકની શૈક્ષણિક સંસ્થામાં તમામ વિદ્યાર્થીઓને એકસરખો ગણવેશ પહેરવાના આદેશ આપવામાં આવ્યા બાદ મુસ્લિમ સમાજની વિદ્યાર્થિનીઓ દ્વારા તેમને ધર્મ મુજબ બીજા પહેરવાની છૂટ આપવાની માગણી સાથે દેશભરમાં  વિરોધ કરવામાં આવી રહ્યો છે. મુસ્લિમ સમાજની મહિલાઓ યુવતીઓ શિક્ષણ સંસ્થામાં તેમને હિજાબ પહેરવાની છૂટ આપે તે પ્રકારની માગણી સાથે વિરોધ કરી રહી છે.

સુરતના ઉન વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજની મહિલાઓ યુવતીઓ એકત્ર થઇ હતી અને તેમને શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાની છૂટ આપવાની માગણી સાથે મૌન વિરોધ પ્રદર્શન કર્યું હતું. મુસ્લિમ યુવતીઓની રેલી સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનું માધ્યમ બની હતી. આ રેલીમાં 500થી વધુ મુસ્લિમ મહિલાઓ જોડાઇ હતી.

AIMIM સુરત શહેર અને જિલ્લાની પ્રમુખ રુકસાનાખાને જણાવ્યું હતું કે મહિલાઓમાં રોષ છે કે કર્ણાટકની કોલેજમાં હીજાબ પહેરીને પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે ગેરબંધારણીય છે જે બંધારણીય અધિકારો ની માગ સાથે રેલી કાઢવામાં આવી છે. સરકાર અમારા બંધારણીય અધિકારોને ક્યારેય પણ છીનવી શકતી નથી. જ્યારે સમાજની દીકરીઓ હિજાબ અને બુરખા પહેરીને કોલેજ જઈ રહી છે તો તેનો વિરોધ શા માટે ? જો સરકાર તઘલખી ફરમાન કરશે તો અમને રોડ પર (Surat Muslim women protest)ઉતરવું પડશે. અમે રોડથી સંસદ સુધી વિરોધ કરીશું. તમારો બંધારણીય હક છે જે કોઈ લઈ શકે એમ નથી. મહિલાઓ સાથે જે રેપની ઘટના બને છે તેને માટે કાયદા બનાવે.