Home HEALTH પૈસાથી ખુશી ખરીદી શકાતી નથી, જીવનમાં ખુશ રહેવા માટે આ વસ્તુ પણ...

પૈસાથી ખુશી ખરીદી શકાતી નથી, જીવનમાં ખુશ રહેવા માટે આ વસ્તુ પણ જરૂરી છે

869
0

પૈસાથી દરેક ખુશી ખરીદી શકાય છે. જો તમને પણ એવું લાગતું હોય તો પોતાનો વિચાર બદલી નાખો કારણ કે હાલમાં જ થયેલા એક સંશોધનમાં આ ધારણાને ખોટી સાબિત કરી દીધી છે. લોકો પોતાના જીવનમાં સૌથી વધારે મહત્વ પૈસાને આપે છે. કારણ કે તેમને લાગે છે કે જીવનમાં ખુશ રહેવા માટે સૌથી વધારે પૈસા જ હોય છે.

આ રિસર્ચ ઓક્સફર્ડ ઈકોનોમિક્સ અને ઈંગ્લેન્ડમાં નેશનલ સેન્ટર ફોર સોશિલય સંશોધકો દ્વારા કરવામાં આવી.જેમાં જાણવા મળ્યું કે જીવનમાં ખુશ રહેવા માટે સૌથી વધારે સેક્સ અને સારી ઊંઘની જરૂર હોય છે. આ સ્ટડીમાં લગભગ 8,250 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો. આ લોકોને પૂછવામાં આવ્યું કે ખુશ રહેવા માટે સૌથી વધારે જરૂરી શું છે? જેને જાણવા માટે તેમને 60 સવાલ પૂછવામાં આવ્યા. જે ફાઈનાન્સ, નોકરીની સુરક્ષા, કલાકોની ઊંઘ, નજીકના મિત્રો અને ફેમિલી સાથે રિલેશન પર આધારિત વસ્તુઓ હતી.

આ બે વસ્તુઓ બાદ ખુશ રહેવા માટે નોકરી, નજીકના લોકોનું સારું સ્વાસ્થ્ય અને પડોશીઓ સાથે વાત કરવાની છે.તેમાં સૌથી વધારે ચોંકાવનારી વસ્તુ આ હતું કે જીવનમાં ખુશ રહેવા માટે પૈસા તેટલા જરૂરી નથી, જેટલી અન્ય વસ્તુઓ છે. આ સ્ટડીમાં આ વાત સામે આવી કે જો તમે જીવનમાં ખુશ રહેવા ઈચ્છો છો તો સેક્સ અને ઊંઘને જીવનનો ભાગ બનાવી લો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here