Home OTHER પતિ-પત્ની વચ્ચે બેડરૂમમાં રોમાન્સ વધારવા માટે વાસ્તુ અનુસાર કરો આ કામ

પતિ-પત્ની વચ્ચે બેડરૂમમાં રોમાન્સ વધારવા માટે વાસ્તુ અનુસાર કરો આ કામ

12816

જો તમે વાસ્તુ અનુસાર બેડરૂમમાં કેટલીક એવી તસવીર તેમજ મૂર્તિ લગાવો છો તો એનાથી તમારા જીવનમાં અનેક ઘણા લાભ થાય છે.

વાસ્તુ અનુસાર આ પ્રકારની તસવીર રાખવાથી પતિ-પત્નીઓ વચ્ચે ચાલતા ઝઘડાઓ પણ ઓછા થઇ જાય છે અને પ્રેમમાં વઘારો થાય છે. તો જાણી લો તમે પણ આ શુભ તસવીરો વિશે…-

વાસ્તુ અનુસાર બેડરૂમમાં રાધા-કૃષ્ણની તસવીર લગાવવાથી પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ વધે છે અને સાથે-સાથે રૂમમાં પોઝિટિવિટી પણ આવે છે. વાંસળી વગાડતા રાધા-કૃષ્ણની તસવીરના રોજ સવારે દર્શન કરવાથી સંબંધો ગાઢ બને છે અને ઝધડા પણ ઓછા થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીની તસવીર ઘરના હોલમાં લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.

હિન્દુ શાસ્ત્રોમાં કામદેવ અને એમની પત્ની દેવી રતિને પ્રેમના પ્રતિક માનવામાં આવે છે. આ તસવીર તમે રૂમમાં લગાવો છો તો ઘરમાં સુખ-સમુદ્ધિ અને શાંતિનો અહેસાસ થાય છે.

મોર અને શ્રીકૃષ્ણના રૂપને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ માટે જો તમે બેડરૂમમાં મોરના પીંછાની તસવીર લગાવો છો તો લવ લાઇફમાં રોમાન્સનો વધારો થાય છે. આ તસવીરથી ઘરમાં ખુશીઓનો ઢગલો થઇ જાય છે.

હંસની જેમ પોપટને પણ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર પોપટની તસવીર બેડરૂમમાં લગાવવાથી લાંબુ આયુષ્ય મળે છે અને પ્રેમમાં વઘારો થાય છે.

તમારા પતિ સાથે તમારે વારંવાર ઝઘડો થતો હોય તો બેડરૂમમાં હસ્તા ચહેરાની તસવીર લગાવો જેથી કરીને તમારા વચ્ચે પ્રેમમાં વધારો થાય અને પતિ સાથે તમારી નિકટતા વધે.