Home OTHER બેંગ્લોરમાં ફ્લિપકાર્ટ પરથી 93 હજાર રૂપિયા ચૂકવીને આઈફોન 11 પ્રો બુક...

બેંગ્લોરમાં ફ્લિપકાર્ટ પરથી 93 હજાર રૂપિયા ચૂકવીને આઈફોન 11 પ્રો બુક કર્યો હતો,તેણે ઘરે બોક્સ ખોલ્યું તો…..

10065

બેંગ્લોરના રહેવાસી રજનીકાંત કુશવાહે ફ્લિપકાર્ટ પરથી એપલ કંપનીનો લેટેસ્ટ સ્માર્ટફોન 93 હજાર રૂપિયા ચૂકવીને આઈફોન 11 પ્રો ઓર્ડર કર્યો હતો. ડિલિવરી બાદ જ્યારે કસ્ટમરે બોક્સ ખોલ્યું તો તેમાં ફેક આઈફોન હતો અને કેમેરાનું સ્ટિકર ચોંટાડેલું હતો. આ આઈફોન XS જેવો દેખાતો હતો, પણ તે આઈફોન નહોતો. તેની ઓપરેટિંગ સિસ્ટમ અલગ હતી અને ટ્રિપલ રિઅર કેમેરા સેટ અપની જગ્યાએ સ્ટિકર લગાવેલું હતું. રજનીકાંતે આ ફોન બદલ ફ્લિપકાર્ટને ફરિયાદ કરી છે અને કંપનીએ તેમને ફોન બદલી દેશે તેવું આશ્વાસન પણ આપ્યું છે.