Home SURAT સુરતની આ ફેશન ઈનસ્ટીટ્યુટના વિદ્યાર્થીઓએ પીપીઈ કીટમાંથી બનાવ્યા કેડીયા, ગરબે ધૂમ્યા

સુરતની આ ફેશન ઈનસ્ટીટ્યુટના વિદ્યાર્થીઓએ પીપીઈ કીટમાંથી બનાવ્યા કેડીયા, ગરબે ધૂમ્યા

959
0

કોરોના કહેર વચ્ચે હવે તહેવારો પણ શરૂ થવા જઇ રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં સરકારે નવરાત્રિ-દિવાળીથી લઇને તમામ તહેવારો પર પ્રતિબંધ લગાવી દીધો છે. એવામાં નવરાત્રિ પર ગરબા યોજવા પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે. જો કે તેમ છતાં સુરતમાં ફેશન ડિઝાઇનિંગના વિદ્યાર્થીઓના એક સમૂહે PPE કીટથી બનાવવામાં આવેલ પહેરવેશમાં ગરબા  રમ્યાં. તેઓએ ખુદ આ પહેરવેશને ડિઝાઇન કરેલ છે.

હાથ દ્વારા કરવામાં આવેલ પેઇન્ટીંગ અને કાચનો ઉપયોગ કરીને આ પહેરવેશને આકર્ષક બનાવવાની કોશિશ કરવામાં આવી છે. આ સિવાય માસ્ક અને ડાંડિયાનો ડિસ્પોઝેબલ કવર પણ બનાવ્યાં છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓએ ડ્રેપ દુપટ્ટા પણ ડિઝાઇન કર્યા છે. સુરતના વીઆર મૉલમાં આ ડ્રેસને પ્રદર્શિત કરવામાં આવ્યાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here