Home GUJARAT પોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ આરોપીએ ‘નાયક નહિ ખનાયક હું મેં’ગીત પર ટિકટોક...

પોલીસ સ્ટેશનના લોકઅપમાં બંધ આરોપીએ ‘નાયક નહિ ખનાયક હું મેં’ગીત પર ટિકટોક વીડિયો બનાવ્યો

696
0

આ ટિકટોક વિડિઓ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બનાવ્યો હતો. પોલીસ સ્ટેશનના લોકઅપમાં વિડિઓ બનાવવા મામલે આરોપી કરણ શેખાવત અને ચાર શખ્સ સહિત પાંચ લોકો સામે આઇટીએક્ટ સહિતનો ગુનો નોંધાયો છે.

મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSOની જાણ બહાર ચાર શખસોએ મોબાઈલ આપી અને વીડિયો બનાવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજ જોતા 8 માર્ચે રાતે 10.45 વાગ્યે આ વીડિયો બનાવ્યો હતો. પોલીસે આરોપીઓને ઝડપવા તજવીજ શરૂ કરી છે.

આરોપી કરણ શેખાવતની મેઘાણીનગર પોલીસે 132 દારૂની બોટલ સાથે 7 માર્ચના રોજ ધરપકડ કરી હતી. આરોપીની ધરપકડ બાદ તેને લોકઅપમાં રાખવામા આવ્યો હતો. આરોપીએ તે દરમ્યાનમાં તેના ચાર મિત્રો મળવા આવ્યા ત્યારે જ આ વીડિયો બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે.આરોપી કરણને પોલીસ સ્ટેશનમાં લોકઅપમાં મોબાઈલ કોને આપ્યો તેના પર સવાલ ઉભા થઇ રહ્યા છે. આરોપીને જ્યારે ચાર યુવક મળવા આવ્યા ત્યારે શું હાજર પોલીસકર્મીઓનું ધ્યાન નહોતું ? પોલીસ લોકઅપમાં જ સીસીટીવી કેમેરા હોય છે જે 24 કલાક કાર્યરત હોય છે તો પછી કેમ PSOનું કે અન્ય પોલીસકર્મીઓએ સીસીટીવીમાં ન જોયું. PSOની સ્પષ્ટ બેદરકારી સામે આવી હોવાનું જણાય રહ્યું છે.

શહેરના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં દારૂ સાથે ઝડપાયેલા આરોપી કરણ શેખાવતનો લોકઅપમાં બનાવેલો ટિકટોક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. લોકઅપની અંદરથી આરોપી કરણે બહાર રહેલા ચાર શખ્સ સાથે ‘નાયક નહિ ખલનાયક હું મેં ગીત’ પર વીડિયો બનાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here