Home SURAT આગામી ચોમાસાને લઈને સુરત શહેરમાં તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ

આગામી ચોમાસાને લઈને સુરત શહેરમાં તંત્ર દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ

1018
0

સુરત શહેરમાં આ વર્ષે ચોમાસુ જલદી આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ વર્ષે ચોમાસું સુરતમાં 14 મી જુને જ આગમન કરી લેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેની સાથે જ સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ કામગીરીઓની તૈયારી કરવા માંડી છે. અને પ્રિ-મોન્સુન કામગીરી પણ ઝડપભેર ચાલી રહી છે.

એકબાજુ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સુરત શહેરમાં કોરાનાને પગલે તંત્ર દ્વારા ઘણી કામગીરીઓ કરવામાં આવી રહી છે. અને હવે ચોમાસુ શરૂ થવાને પણ ગણતરી ના જ દિવસો બાકી છે. ત્યારે સુરત શહેરમાં પ્રિમોન્સુન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ શહેરમાં કુદરતી કે માનસર્જીત આફતો સર્જાય તેને પહોંચી વળવા માટે પણ તંત્રએ બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. દર વર્ષે સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસુ આવે તે પહેલા શહેર ની સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રમુખો સાથે એક બેઠક કરવામાં આવે છે. જે આ વર્ષે પણ થશે. આવતીકાલે 22 મે ના દિવસે વિડીયો કોન્ફરન્સ થકી આ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ કુદરતી અને માનવસર્જીત આફતોને નાથવા સેવા, સહાય અને આપત્તિ વ્યવસ્થાપન સરળ અને ઝડપી બને તેવા હેતુ સાથે સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાનીના અધ્યક્ષસ્થાને આ બેઠક 22 માર્ચે સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સ થકી મળશે. જેમાં શહેરની તમામ સંસ્થાઓના પ્રતિનિધિઓને તેમની નજીક ની ઝોન ઓફિસમાં પહોંચીને વિડીયો કોન્ફરન્સમાં ભાગ લેવા માટે જણાવાયું છે. જેમાં આવનારા દિવસોમાં કોઈ કુદરીત આપત્તિ આવે તો તેનો કઈ રીતે પહોંચી વળાય તે માટેની ચર્ચા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે સમગ્ર ભારત માં વરસાદ ખુબ વધારે માત્રા માં આવ્યો હતો. અને લગભગ તમામ ડેમ ફુલ થઈ ગયા હતા. આ વર્ષે તે માટે આગોતરા આયોજન સાથે સાવચેતી રાખવી પડશે. એકબાજુ કોરોના છે અને એકબાજુ ચોમાસુ પણ શરૂ થશે ત્યારે તંત્ર ની ચિંતા વધી છે. પરંતુ શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરીઓ શરૂ કરી દેવામાં આવી છે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું. તમામ જાળીયાની સફાઈ, ટ્રેન્ચના કામો તેમજ ઝાડ ની ડાળીઓની કટીંગની કામગીરીઓ પુરજોશ માં શહેરમાં શરૂ કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here