Home SPORTS મ્જાંસી સુપર લીગમાં તબરેજ શમ્સીએ વિકેટ લીધા બાદ મેદાન પર વતાવ્યું જાદુ

મ્જાંસી સુપર લીગમાં તબરેજ શમ્સીએ વિકેટ લીધા બાદ મેદાન પર વતાવ્યું જાદુ

9099

ક્રિકેટના મેદાન પર હંમેશા ખેલાડી પોતાની દમદાર બૅટિંગ, બૉલિંગ અને ફિલ્ડિંગથી પ્રશંસકોને આશ્ચર્યચકિત કરે છે. જોકે દક્ષિણ આફ્રિકાના ચાઇનામેન બૉલર તબરેજ શમ્સીએ વિકેટ ઝડપીને અનોખી રીતે ઉજવણી કરીને બધાને અચંબિત કરી દીધા છે. તબરેજ શમ્સીએ બુધવારે મ્જાંસી સુપર લીગની એક મેચમાં આમ કર્યું હતું. શમ્સીનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. કેટલાક તેની ઉજવણી પર સવાલ ઉઠાવી રહ્યા છે તો કેટલાક શમ્સી પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરી રહ્યા છે.

મ્જાંસી સુપર લીગમાં પાર્લ રોક્સ માટે રમી રહેલા શમ્સીએ ડર્બન હીટ્સ સામની મેચમાં વિકેટ ઝડપ્યા પછી જાદુ બતાવ્યું હતું. તે વિકેટ ઝડપ્યા પછી મેદાન પર દોડવા લાગ્યો હતો અને તેણે પોતાના ખિસ્સામાંથી લાલ રુમાલ કાઢ્યો હતો. જોત જોતામાં શમ્સએ લાલા રુમાલને એક સફેદ ડંડો બનાવી દીધો હતો. શમ્સીનો આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. પ્રશંસકો આ જોઈને ચકિત રહી ગયા છે.