વડોદરા શહેર અને જિલ્લામાં આટલા મતદારો ઘરે જ બેઠા બેઠા મતદાન કરશે જાણવા ક્લિક કરો

વડોદરા શહેર અને જિલ્લામાં આટલા મતદારો ઘરે જ બેઠા બેઠા મતદાન કરશે જાણવા ક્લિક કરો

ચૂંટણી પંચે નક્કી કર્યા પ્રમાણે 80 વર્ષથી વધારે વય ધરાવતા અશક્ત અને બીમાર મતદારો તેમજ 90 ટકાથી વધારે દિવ્યાંગ હોય અને હરવા ફરવામાં મુશ્કેલી અનુભવતા હોય તેવા મતદારો ઘરે બેઠા પણ પોતાનો મત આપી શકશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વખત 80 વર્ષથી વધારે વયના વૃધ્ધ તેમજ દિવ્યાંગ મતદારોને ઘરે બેઠા મતદાન કરવાની સગવડ ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવનાર છે.

વડોદરા શહેર અને જિલ્લામાં 440 મતદારો એવા છે જેઓ ઘરે જ બેઠા બેઠા મતદાન કરી શકશે.આવા મતદારોમાં શહેરની પાંચ બેઠકો પરના 358 અને જિલ્લાની પાંચ બેઠકોના 82 મતદારોનો સમાવેશ થાય છે.

દરેક મતદારના ઘરે ત્રણ સભ્યોની એક ટીમને બેલેટ પેપર અને બોક્સ સાથે મોકલવામાં આવશે. મતદારને બેલેટ પેપર આપ્યા બાદ આ ટીમ જતી રહેશે અને થોડા સમય બાદ બેલેટ બોક્સ લેવા માટે પાછી આવશે.આ સમયગાળા દરમિયાન મતદારે બેલેટ પેપર પર વોટિંગ કરીને બેલેટ પેપર બોક્સમાં નાંખી દેશે. આવા મતદારોને અગાઉથી વોટિંગ માટેની ટીમ કેટલા વાગ્યે આવશે તેની જાણ કરી દેવામાં આવશે.