Home SPORTS ભારત અને પાકિસ્તાન અંડર-19 વર્લ્ડકપના પ્રથમ સેમિફાઇનલમાં આજે એકબીજા સામે ટકરાશે. 

ભારત અને પાકિસ્તાન અંડર-19 વર્લ્ડકપના પ્રથમ સેમિફાઇનલમાં આજે એકબીજા સામે ટકરાશે. 

844
0

ભારત અને પાકિસ્તાન અંડર-19 વર્લ્ડકપના પ્રથમ સેમિફાઇનલમાં આજે એકબીજા સામે ટકરાશે. બંને ટીમ સતત બીજીવાર સેમિફાઇનલમાં એકબીજા સામે રમશે. 2018માં ભારતે પાકિસ્તાનને 203 રને હરાવ્યું હતું. બંને ટીમ વચ્ચે 8 મેચ રમાઈ છે અને તેઓ 4-4 જીત સાથે બરોબરી પર છે. ભારત છેલ્લે 2010માં પાકિસ્તાન સામે હાર્યું હતું. ત્યારે પાકિસ્તાને ક્વાર્ટરફાઇનલમાં 2 વિકેટે મેચ જીતી હતી.

ભારત જો આજે મેચ જીતે સાતમી વાર ફાઇનલમાં પહોંચશે. તે પહેલીવાર 2000માં ફાઇનલમાં પહોંચ્યું હતું. ત્યારે ભારત ચેમ્પિયન બન્યું હતું. તે પછી 2006માં ઉપવિજેતા, 2008 અને 2012માં ચેમ્પિયન, 2016માં ઉપવિજેતા અને 2018માં ચેમ્પિયન બન્યું હતું. બીજી તરફ પાકિસ્તાન 5 વાર ફાઇનલમાં પહોંચ્યું હતું. તે 2004 અને 2006માં ચેમ્પિયન, જ્યારે 1988, 2010 અને 2014માં રનરઅપ બન્યું હતું.

મેચ દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી. વિકેટ પર ઘાસ હોવાથી શરૂઆતમાં ફાસ્ટ બોલર્સને મદદ મળી શકે છે. ટોસ જીતનાર ટીમ બોલિંગ પસંદ કરશે.

ભારત: પ્રિયમ ગર્ગ (કેપ્ટન), કાર્તિક ત્યાગી, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, દિવ્યાંશ સક્સેના, રવિ બિશ્નોઇ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), સિદ્ધેશ વીર, આકાશ સિંઘ, અથર્વ અંકોલેકર, સુશાંત મિશ્રા, વિદ્યાધર પાટીલ, શુવદગ હેગડે, શાશ્વત કુમાર કુશર્ગ.

પાકિસ્તાન: રોહેલ નઝિર (કેપ્ટન, વિકેટકીપર), અબ્બાસ આફ્રિદી, હૈદર અલી, મોહમ્મદ હરીસ, કાસિમ અકરમ, આમિર અલી, ફહાદ મુનીર, ઇરફાન ખાન, મોહમ્મદ હુરૈરા, તાહિર હુસેન, મોહમ્મદ આમિર ખાન, મોહમ્મદ વસીમ જુનિયર, અબ્દુલ બંગાળઝાઇ, મોહમ્મદ શાહજાદ , અરિશ અલી ખાન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here