Home ALL INDIA દક્ષિણ ભારતના આ 5 ચમત્કારી શિવ મંદિર આવેલા છે

દક્ષિણ ભારતના આ 5 ચમત્કારી શિવ મંદિર આવેલા છે

141
0

હિંદુ ધર્મમાં ભગવાન શિવને ખુબ જ માનવામાં આવે છે. શિવજી ખુબ ભોળા છે. પણ એમનો ગુસ્સો વિનાશને નોતરે છે. શિવજીને લોકો ઘણા બધા નામથી યાદ કરે છે. જેમ કે ભૈરવ, આશુતોષ, ભોલેનાથ, કૈલાશનાથ, મહાદેવ, મહેશ, રુદ્ર વગેરે. ભગવાન શિવના અલગ અલગ સ્વરૂપ હોવાથી લોકો તેમની પૂજા-અર્ચના પણ અલગ અલગ રીતે કરે છે.

આમ તો આખા દેશમાં ભોલેનાથના હજારો મંદિર આવેલા છે, પરંતુ કેટલાક મંદિર એવા પણ છે જેમનો ઉલ્લેખ આપણને પુરાણોમાં પણ સાંભળવા મળશે. અને પુરાણોમાં એ મંદિર હોવાનો ઉલ્લેખ હોવાનો અર્થ તમે એવો કરી શકો છો કે, આ મંદિર આજથી કેટલાય હજાર વર્ષ જુના હશે. અને આજે અમે તમને દક્ષિણ ભારતના 5 એવા જ મંદિર વિષે જણાવીશું જેનો ઉલ્લેખ પુરાણોમાં કરાયો છે. આ મંદિરોનો હિન્દૂ ધર્મમાં પોતાનું એક અલગ જ મહત્વ અને વિશેષતા છે.

મિત્રો જો આપણે આ મંદિરોની વિશેષતાની વાત કરીએ, તો આ પાંચ મંદિર એક જ સીધી રેખામાં બનેલા છે. અને ઉત્તરથી દક્ષિણ તરફ જોવામાં આવે, તો આ પાંચેય મંદિર એક જ રેખામાં નજરે પડે છે. મિત્રો, આ સૃષ્ટિનું સર્જન કુલ પાંચ તત્વો દ્વારા થયું છે. અને એવું કહેવામાં આવે છે કે આ મંદિરો એ પાંચ તત્વો પર આધારિત છે. આ બધા મંદિરોનું બાંધકામ પણ ધરતીની ભૌગોલિકતાના આધારે થયું છે. દરેક હિંદુએ આ મંદિરોનાં દર્શને અવશ્ય જવું જોઈએ. આવો તમને જણાવીએ કે, એ 5 મંદિર ક્યા છે?

1. શ્રીકાલાહસ્તી મંદિર :

આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં તિરૂપતિ શહેરની પાસે આવેલું શ્રીકાલાહસ્તી મંદિર આ યાદીમાં આવે છે. જણાવી દઈએ કે, સ્કંદ પૂરાણ અનુસાર આ જ જગ્યા પર અર્જુનને શ્રીકાલાહસ્તીના દર્શન થયા હતા, અને પછી ભારદ્વાજ મુનિના. ભગવાન શિવનું આ મંદિર પંચ તત્વોમાંથી હવાને સમર્પિત છે.

2. થિલ્લઈ નટરાજ મંદિર :

થિલ્લઈ નટરાજ મંદિરની વાત કરીએ તો આ મંદિર તામિલનાડુના ચિદમ્બરમાં આવેલું છે. નટરાજ એ શિવજીનું એક રૂપ છે. નટરાજને સૌથી ઉત્તમ નૃત્યાંગ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે શિવનું આ મંદિર પાંચેય તત્વોમાંથી આકાશને દર્શાવે છે.

3. અન્નામલાઈ મંદિર :

આ યાદીમાં આગળ આવે છે અન્નામલાઈ મંદિર, જે તમિલનાડુના તિરુવન્નમલઇમાં આવેલું છે. આ મંદિર અહીંના પ્રખ્યાત મંદિરોમાંનું એક છે. તેને દેશનું સૌથી મોટું મંદિર પણ માનવામાં આવે છે. ભગવાન શિવનું આ મંદિર આગનું પ્રતીક મનાય છે.

4. એકામ્બરેશ્વર મંદિર :

આગળ આવે છે એકામ્બરેશ્વર મંદિર. આ મંદિર તમિલનાડુના કાંચીપુરમ શહેરમાં આવેલું છે. એના વિષે એવું કહેવાય છે કે, આ મંદિર 3000 વર્ષ જૂનું છે. અને ભગવાન શિવનું આ મંદિર ધરતીના પ્રતીકને દર્શાવે છે.

5. જંબુકેશ્વરર મંદિર :

આ યાદીમાં છેલ્લે આવે છે જંબુકેશ્વરર મંદિર. આ મંદિર તમિલનાડુના ત્રિચીમાં આવેલું છે. આ મંદિરમાં મહાદેવના જળ સ્વરૂપની પૂજા થાય છે, તેથી આ મંદિર પંચ તત્વો માંથી જળને સમર્પિત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here