ભારતે કર્યો દુનિયાનો સૌથી મોટો સંરક્ષણ સોદો, 114 નવા કોંમ્બેટ ફાઈટર જેટ ખરીદશે

ભારતીય હવાઇ દળમાં, જૂના વિમાનોને બદલે નવા વિમાનો ખરીદવાની પ્રક્રિયા શરૂ થઈ છે. આ સોદા હેઠળ, એર ફોર્સ માટે 114 મલ્ટિરોલ ફાઇટર એરક્રાફ્ટ ખરીદવામાં આવશે. તે માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વનો સૌથી મોટો સંરક્ષણ સોદો પણ છે.ભારતીય વાયુસેનામાં મિગ-21 વિમાનોની સ્કવોડ્રન ઘણી જુની થઈ ગઈ છે. અને આ ફાઇટર એરક્રાફ્ટ વાંરવાર ક્ષતિગ્રસ્ત થવાને કારણે તેને ફલાઈંગ કોફિન પણ કહેવાય છે.

હાલમાં તેમાનાં કેટલાક ફાઈટર પ્લેનને ઈલેકટ્રોનિક વારફેયર સિસ્ટમથી અપગ્રેડ કરવામાં આવ્યા છે. જેને મિગ-21 બાઈસન નામ આપવામાં આવ્યું છે.

પરંતુ અપગ્રેડ કર્યા પછી પણ આ વિમાન ઉડાણ માટે લાયક નથી. સંરક્ષણ પ્રધાન શ્રીપદ નાયકે સંસદમાં જણાવ્યું હતું કે સોદા માટે પ્રારંભિક બિડનું મૂલ્યાંકન કરવા અને એર ફોર્સની આવશ્યકતાઓને અંતિમ સ્વરૂપ આપવાનું કામ શરૂ થયું છે. મંત્રાલયે આ પ્રક્રિયામાં ગ્રીન સિગ્નલ પણ આપ્યો છે.

ભારતીય હવાઈ દળ અને નૌકાદળને 400 સિંગલ અને ડબલ એન્જિનવાળા ફાઇટર વિમાનોની જરૂર છે.આ સોદાને પામવા માટે બોઈંગ કંપનીએ પોતાના FA/A-18 ફાઈટર જેટને ભારતની સામે પેશકશ કરી છે. જેના માટે તેણે હિંદુસ્તાન એયરોનોટિક્સ લીમીટેડ અને મહિંદ્રા ડિફેન્સ સિસ્ટમ્સ લીમીટેડની ભાગીદારી પસંદ કરી છે. જ્યારે લોકહીડ માર્ટિનને પોતાનું એફ -21 ફાઇટર જેટ્સના ટાટા જૂથ સાથે, જ્યારે સાબ ગ્રૂપે ગૌતમ અદાણી સાથે જોડાણમાં તેના ગ્રિપિન ફાઇટર જેટ્સ ઓફર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *