Home SPORTS ભારતે ટોસ જીતીને લીધો ફિલ્ડીંગ કરવાનો નિર્ણય

ભારતે ટોસ જીતીને લીધો ફિલ્ડીંગ કરવાનો નિર્ણય

174
0

આજે રાજકોટમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી T20 મેચમાં ભારતે ટોસ જીતીને ફિલ્ડીંગ લીધી છે. મહા વાવાઝોડાને લીધે અહી વરસાદનો ખતરો બન્યો હતો. છેક છેલ્લા સમય સુધી આ મેચ રમાશે કે કેમ તે બાબતે આશંકા હતી. જોકે અત્યારે તડકા બાદ અત્યારે વાતાવરણ અનુકૂળ છે. અત્યાર સુધી અહીં બે T20 મેચ રમાઇ છે. એક મેચમાં પહેલી બેટિંગ કરનાર અને બીજી મેચમાં પહેલા બોલિંગ કરનાર ટીમ જીતી હતી. આ પિચ બેટ્સમેન માટે મદદગાર હોય છે. અહીં રમાયેલી છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડે ભારતને 40 રનથી હરાવ્યું હતું.

કોહલીની ગેરહાજરીમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટન્સી સંભાળી રહેલો રોહિત શર્મા આવતીકાલે રાજકોટમાં બાંગ્લાદેશ સામેની શ્રેણીની બીજી ટી-૨૦માં રમવા ઉતરશે તેની સાથે ઈતિહાસ રચાશે. રોહિત શર્મા આવતીકાલની મેચના પ્રારંભ સાથે કારકિર્દીની ૧૦૦મી આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચ રમશે. ટી-૨૦ ઈન્ટરનેસનલમાં ૧૦૦ કે વધુ મેચ રમનારો તે ભારતનો સૌપ્રથમ પુરુષ ખેલાડી બનશે. રોહિત અગાઉ ભારતની મહિલા ખેલાડી હરમનપ્રીત કૌરે આ સિદ્ધિ હાંસલ કરી છે. જ્યારે પુરુષોના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્મા પહેલા ૧૦૦ કે વધુ ટી-૨૦ રમવાનો રેકોર્ડ પાકિસ્તાનનો શોએબ મલિક નોંધાવી ચૂક્યો છે. મલિક અત્યાર સુધી ૧૧૧ ટી-૨૦ રમ્યો છે, જે પછી રેકોર્ડ બુકમાં રોહિતને સ્થાન પ્રાપ્ત થયું છે.

ત્રણ મેચની ટી-20 સીરીઝની પહેલી મેચમાં બાંગ્લાદેશ વિજયી રહ્યું છે અને સીરીઝમાં 1-0થી બાંગ્લાદેશ લીડ કરી રહ્યું છે. તેવામાં પહેલી શક્યતા એ છે કે જો આ મેચ ખેલાય તો ટીમ ઇન્ડિયા પાસે આ મેચ જીતીને સીરીઝને 1-1થી સરભર કરવાની સોનેરી તક છે. ત્યારે બીજી શક્યતા એ છે કે જો મહા વાવાઝોડાના કારણે મેચ કેન્સલ થાય તો આ સીરીઝ ભારતના હાથમાંથી સરકી શકે છે. તેવામાં ટીમ ઇન્ડિયા પર ત્રીજી મેચ જીતવાનું પ્રેશર રહેશે. જો ટીમ ઇન્ડિયા ત્રીજી મેચ જીતે તો જ આ સીરીઝ ડ્રો થઇ શકે. તેવામાં બાંગ્લાદેશ પણ એવું જ ઇચ્છશે કે આજની રાજકોટમાં રમાવા જઇ રહેલી ટી-20 કેન્સલ થાય. જો આ મેચ કેન્સલ થાય તો ભારતે ગમે તેમ કરીને ત્રીજી મેચ જીતવી જ પડશે. અને જો ભારત ત્રીજી મેચમાં પણ ધબડકો વાળશે તો આ સીરીઝ બાંગ્લાદેશના નામે થઇ જશે.

ભારતીય ટીમના બોલરો અને ફિલ્ડરોએ પણ તેમના પર્ફોમન્સને વધુ ઈમ્પ્રૂવ કરવાની જરુરીયાત છે. ખાસ કરીને ફિલ્ડરોએ મુશ્કેલ
કેચ ઝડપવાની તૈયારી રાખવી પડશે, તેની સાથે સાથે વિકેટકિપર અને બોલરે ખાસ કરીને ડીઆરએસ રિવ્યૂમાં કેપ્ટનની વિશેષ મદદ કરવી પડશે. દિલ્હી ટી-૨૦માં નબળી ફિલ્ડિંગ અને ડીઆરએસ રિવ્યૂ લેવામાં કરેલા છબરડા ભારતને ભારે પડયા હતા. અનુભવી બોલરોની ગેરહાજરીમાં યુવા બોલરો પ્રવાસી ટીમ પર દબાણ સર્જવામાં નિષ્ફળ રહ્યા હતા. જોકે રાજકોટમાં ટીમ ઈન્ડિયા વધુ આત્મવિશ્વાસ સાથે ઉતરવા માટે સજ્જ છે.

અપેક્ષિત પ્લેઇંગ ઇલેવન

ભારત:રોહિત શર્મા (કેપ્ટન), ખલીલ અહેમદ, યુઝવેન્દ્ર ચહલ, દિપક ચહર, રાહુલ ચહર, શિખર ધવન, શિવમ દુબે, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, ક્રુનાલ પંડ્યા, રૂષભ પંત, લોકેશ રાહુલ, સંજુ સેમસન, વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુર.

બાંગ્લાદેશ: મહમૂદુલ્લાહ રિયાધ (કેપ્ટન), તાઈઝુલ ઇસ્લામ, મોહમ્મદ મિથુન, લિંટન દાસ, સૌમ્યા સરકાર, નૈમ શેખ, મુશફિકુર રહીમ, આફિફ હુસેન, મોસાડેક હુસેન સેકટ, અમીનુલ ઇસ્લામ બિપ્લબ, અરાફાત સની, અબુ હિડર, અલ અમીન અહુન, મુસ્તફિઝુર રહેમાન અને શફીઉલ ઇસ્લામ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here