Home SPORTS આ રીતે કરવામાં આવે છે ક્રિકેટરોની હરાજી, દરેક ટીમ પાસે હોય છે...

આ રીતે કરવામાં આવે છે ક્રિકેટરોની હરાજી, દરેક ટીમ પાસે હોય છે આટલું બજેટ, જાણો

1206

IPL એટલે ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સીઝન માટે ખેલાડીઓની હરાજી 18 ફેબ્રુઆરીએ ચેન્નાઇમાં યોજાશે. આ વખતે હરાજી માટે 1097 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. જેમાં 814 ભારતીય અને 283 વિદેશી ખેલાડી છે. આ એક રીતની મિની હરાજી હશે, કારણ કે મોટાભાગની ટીમોએ પોતાના મુખ્ય ખેલાડીઓને ટીમમાં બનાવી રાખ્યા છે, માટે કોઇ મોટો ઉલટફેર થવાની સંભાવના નથી.

જોકે, કિંગ્સ ઇલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ મોટાભાગના ખેલાડીઓને હટાવી દીધા છે, માટે આ ટીમ એક નવી ટીમ બનાવવા માંગે છે. આ હરાજી આ બન્ને ટીમો માટે મહત્વપૂર્ણ છે. જેમાંથી 207 ખેલાડી રાષ્ટ્રીય ટીમ માટે રમી ચુક્યા છે. 863 ખેલાડી ફર્સ્ટ-ક્લાસ અને લોકલ ક્રિકેટના છે, જ્યારે 27 ખેલાડી સહયોગી દેશના છે.

IPL હરાજી એક ઇવેન્ટ છે, જેના દ્વારા આઠ આઇપીએલ ટીમ આગામી ટૂર્નામેન્ટ માટે નવા ખેલાડીઓને પસંદ કરે છે. બીસીસીઆઇ આ હરાજીનું આયોજન કરાવે છે.આઇપીએલ હરાજીનું આયોજન પ્રથમ વખત 2008માં થયુ હતું. તે બાદથી દર વર્ષે તેનું આયોજન થઇ રહ્યુ છે. એક ટીમ મોટાભાગની 25 ખેલાડી રાખી શકે છે, જેમાં 8 વિદેશી ક્રિકેટર હોઇ શકે છે.

દરેક ખેલાડીની બેસ પ્રાઇસ નક્કી હોય છે. આ બેસ પ્રાઇસથી તેમની બોલી લાગવાની શરૂ થાય છે. કોઇ પણ ટીમ તે રકમથી વધુની બોલી લગાવી તે ખેલાડીને ખરીદી શકે છે. જો એકથી વધુ ફ્રેન્ચાઇઝી તે ખેલાડીને પોતાની ટીમમાં રાખવા માંગે છે તો હરાજી શરૂ થાય છે. જો સૌથી વધુ બોલી લગાવનારી બીજી ટીમ પડકાર આપે છે તો તે ખેલાડી અંતિમ બોલી લગાવનારી ટીમમાં સામેલ થઇ જાય છે.

જો કોઇ ખેલાડી પર કોઇ પણ બોલી ના લગાવે તો તે અનસોલ્ડ થઇ જાય છે. તમામ ખેલાડી માટે બોલી લાગ્યા બાદ, અનસોલ્ડ ખેલાડીઓના નામ ફરી લેવામાં આવે છે. ટીમ તેમણે બીજા તબક્કામાં ખરીદી શકે છે.

IPLમાં દરેક ફ્રેન્ચાઇઝી એટલે ટીમના માલિક પાસે ટીમ બનાવવા માટે 80 કરોડ રૂપિયા હોય છે. એવુ જરૂરી નથી કે કોઇ આઇપીએલ ફ્રેન્ચાઇઝીને પોતાનું પુરૂ બજેટ ખર્ચ કરવુ પડશે. જોકે, નવા નિયમ અનુસાર, તેમણે 75% પૈસા ખર્ચ કરવા પડશે જે 60 કરોડ રૂપિયાની નજીક હોય છે. IPL 2021 auction

ફ્રેન્ચાઇઝી 80 કરોડ રૂપિયા સુધી ખર્ચ કરી શકે છે. તાજેતરમાં સીએસકેએ ખેલાડીઓના પગાર પર 79.85 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા, જે બાદ તેમની પાસે માત્ર 15 લાખ રૂપિયા બચ્યા હતા. ફ્રેન્ચાઇઝી આ હિસાબથી રણનીતિ બનાવે છે કે તેમણે ક્યો ખેલાડી જોઇએ અને તેમની પાસે કેટલા પૈસા છે. અવાર નવાર એમ જોવા મળે છે કે ફ્રેન્ચાઇઝી યોગ્ય સમય પર ઉપયોગ કરવા માટે કેટલાક પૈસા બચાવીને રાખે છે.