Home SURAT તમારા શહેરમાં તમારો એરીયા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં છે કે નહીં તે આ રીતે...

તમારા શહેરમાં તમારો એરીયા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં છે કે નહીં તે આ રીતે જાણો

901
0

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન 4.0 માં રાજ્યભરમાં બે ઝોનમાં શું છુટછાટ હશે કે નહી હશે તે અંગેની જાહેરાત કરી હતી. ગુજરાતમાં તમામ શહેરોમાં કન્ટેનમેન્ટ અને નોન-કન્ટેનમેન્ટ ઝોન એમ બે ઝોનમાં વહેંચણી કરવામાં આવી છે. અને નોન-કન્ટેનમેન્ટ ઝોનમાં અમુક છુટછાટ આપવામાં આવી છે. અને કન્ટનમેન્ટ ઝોનમાં છુટછાટ આપવામાં આવી નથી. સુરત શહેરમાં હજી પણ ઘણા લોકોને તેમનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોનમાં છે કે, નોન-કન્ટેનમેન્ટ ઝોનમાં તે અંગે ઘણી અસંમસજતા છે ત્યારે સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ પર સરળતાથી તમારો વિસ્તાર કયા ઝોનમાં છે તે જાણી શકાશે. નીચેના સ્ટેપ પ્રમાણે:

1: સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ ઓપન કરો.

સુરતમાં તમારો એરિયા કન્ટેનમેન્ટ ઝોનમાં છે કે કેમ? આ રીતે જાણો

સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ માટે https://www.suratmunicipal.gov.in/ આ લીંક પર ક્લીક કરતા જ વેબસાઈટ ઓપન થશે. વેબસાઈટ ઓપન થતાં જ ઉપર બતાવ્યા પ્રમાણેનું પેઈજ ઓપન થશે. આ પેઈજ પર એરો બતાવ્યો છે તે કોરોના રીલેટેડ ટેબ પર ક્લીક કરો.

2. તમારો ઝોન કયો છે ચેક કરો

સુરતમાં તમારો એરિયા કન્ટેનમેન્ટ ઝોનમાં છે કે કેમ? આ રીતે જાણો

કોરોના રીલેટેડ ટેબ પર ક્લીક કરતા જ ઉપર બતાવ્યા પ્રમાણેનું પેઈજ ઓપન થશે. જેમાં એરો બતાવ્યો છે ત્યાં ‘ચેક યોર ઝોન’ ટેબ પર ક્લીક કરવાનું રહેશે.

3તમારા એરિયા પર ડ્રેગ કરવાનું જણાવાશે તે રીતે કર્સર ડ્રેગ કરીને લઈ જાઓ.

સુરતમાં તમારો એરિયા કન્ટેનમેન્ટ ઝોનમાં છે કે કેમ? આ રીતે જાણો

આ મેપમાં તમારા વિસ્તાર પર ક્લીક કરવાનું રહેશે. જંયા લોકેશન ચિહ્ન વાળું હ્લ્યુ કલરનું કર્સર લઈ જવાનું રહેશે. તમારા એરિયા પર આ બ્લયુ લોકેશન ચિહ્ન વાળું કર્સર લઈ ગયા બાદ સર્ચ પર ક્લીક કરવાનું રહેશે. અને સર્ચ પર ક્લીક કરતા જ તમારો વિસ્તાર કન્ટનમેન્ટ ઝોનમાં છે કે, નોન કન્ટેનમેન્ટ ઝોનમાં તે ઉપર લખેલું બતાવશે. સુરતમાં ઘણા લોકોને હજી પણ તેમનો વિસ્તાર કયા એરિયામાં છે તે બાબતની જાણ થઈ રહી નથી. સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ પર તમામ ક્લસ્ટર કન્ટેનમેન્ટ વિસ્તારોની યાદી પણ અપલોડ કરવામાં આવી છે. તેમજ હવે સુરત મનપાની વેબસાઈટ પર મેપમાં પણ ઝોન જોવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી લોકો સરળતાથી તેમનો વિસ્તાર કયા ઝોનમાં છે તે જાણી શકશે. સુરતમાં કન્ટનમેન્ટ ઝોનમાં હજી પણ લોકડાઉનના નિયમો લાગુ છે. જ્યાં વધુ છુટછાટો આપવામાં આવી નથી. માત્ર નોન-કન્ટેનમેન્ટ ઝોનમાં જ દુકાનો, ઓફિસો સવારે 8 થી 4 વાગ્યા સુધી ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here