Home ENTERTAINMENT બોલિવુડના પ્રખ્યાત સિંગર કુમાર સાનુ પણ કોરોનાની ઝપેટમાં

બોલિવુડના પ્રખ્યાત સિંગર કુમાર સાનુ પણ કોરોનાની ઝપેટમાં

1094
0

ફિલ્મ જગતના પ્રખ્યાત ગાયક કુમાર સાનુ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. ગુરુવારે સાંજથી કુમાર સાનુનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાની અટકળો સોશિયલ મીડિયા પર વહેતી થઈ હતી. કુમાર સાનુની ટીમે ફેસબુક પેજ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, ગાયક કુમાર સાનુનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરશો.

પ્રાપ્ત વિગતો મુજબ કુમાર સાનુ 20 ઓક્ટોબરના પોતાના 63માં જન્મદિવસની ઉજવણી લોસ એન્જલ્સમાં કરવા 14 ઓક્ટોબરે અમેરિકા રવાના થવાના હતા. જો કે કોરોના સંક્રમણને પગલે તેમણે હવે કાર્યક્રમ મુલતવી રાખ્યો છે. કુમાર સાનુ જુદી જુદી ભાષાઓમાં મધુર ગીતો ગાવા માટે જાણીતા છે. બોલીવૂડના તેમના સુરીલા ગીતોમાં ‘ચુરાકે દિલ મેરા’, ‘એક લડકી કો દેખા’, ‘ધીરે ધીરે સે મેરી ઝિંદગી મે આના’, ‘સાજનજી ઘર આયે’ન સમાવેશ થાય છે. કુમાર સાનુનો પુત્ર જાન તાજેતરમાં બિગ બોસ સિઝન 14માં એક સ્પર્ધક તરીકે ઘરનો સભ્ય પણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here