Home GUJARAT જાણો ભાનુશાળીના મોતનું કારણ શુ

જાણો ભાનુશાળીના મોતનું કારણ શુ

112
0

જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં ઝડપાયેલી મનીષા ગોસ્વામીએ બેન્કમાંથી ૯૦ લાખની લોન લઈ ભુજમાં તબેલો ખરીદ્યો હતો. જોકે ભાનુશાળીએ આ જમીન પચાવી પાડતા મનીષા સમસમી ગઈ હતી. તેણે ગમે તેમ કરીને ભાનુશાળીને ખતમ કરવા મનમાં ગાંઠ વાળી લીધી હતી. તે સિવાય ભાનુશાળીની હત્યા પાછળ સિડી પ્રકરણ કારણભુત હોવાનું પણ કહેવાય છે, પરંતુ પોલીસે હાલ આ બાબતે હોઠ સીવી લીધા છે.

મનીષા તબેલાનો બિઝનેસ શરૂ કરવા માગતી હતી

મનીષા ગોસ્વામી અને સુરજીત પરદેશી ઉર્ફે ભાઉની ધરપકડ બાદ પુછપરછમાં ધીમે ધીમે માહિતી બહાર આવવા લાગી છે. મનીષા પશુઓ માટેનો તબેલો શરૃ કરીને મોટો બિઝનેસ કરવા માંગતી હતી.  આ માટે તેણે ૨૦૧૬માં અલગ અલગ બેન્કોમાંથી રૂ.૯૦,૦૦,૦૦૦ ની લોન લીધી હતી. તેણે પતિ ગજુગિરી ગોસ્વામીની મિલકતો ઉપરાંત અન્ય ઓળકીતાઓની મિલકત પર થર્ડ પાર્ટી મોર્ગેજ લોન લીધી હતી.

મનીષાએ તબેલામાં 90 ગાયો રાખી હતી

આ રકમમાંથી તેણે જયંતિ ભાનુશાળીની ભુજના કનકપુરમાં આવેલી જમીન ખરીદી હતી. જ્યાં તેણે પશુઓ માટેનો તબેલો શરૂ કર્યો હતો. મનીષાએ તબેલામાં ૯૦ ગાયો પણ રાખી હતી. આ ગાયો રાજસ્થાનના ગંગાપુર અને પંજાબથી તેણે લીધી હતી. બીજીતરફ મનીષાના આ બિઝનેસને કારણે ભાનુશાળીને લાલચ જાગી હતી. બાદમાં તેણે તબેલા પર કબજો કરી લેતા મનીષા સમસમી ઉઠી હતી. તબેલો પરત કરવા મનીષા  અને ભાનુશાળી વચ્ચે જોરદાર ઝઘડા પણ થયા હતા. પરતું મનીષા તેમાં ફાવી ન હતી. આથી ઉશ્કેરાયેલી મનીષાએ ભાનુશાળીનું ઢીમ ઢાળી દેવાનું નક્કી કર્યું હતું. જોકે તબેલા સિવાય સિડી પ્રકરણ પણ ભાનુશાળીની હત્યા પાછળ કારણભુત હોવાનું કહેવાય છે. જોકે આ બાબતે પોલીસ હાલ મગનુ નાં મરી પાડવા તૈયાર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here