Home GUJARAT ગુજરાતનાં 9 જિલ્લાઓમાં તીડનાં ટોળેટોળાં ત્રાટક્યા, ખેડૂતોની ચિંતા વધી

ગુજરાતનાં 9 જિલ્લાઓમાં તીડનાં ટોળેટોળાં ત્રાટક્યા, ખેડૂતોની ચિંતા વધી

1056
0

એક તરફ સમગ્ર દેશથી લઇને રાજ્યમાં કોરોનાએ ભારે કહેર મચાવ્યો છે તો બીજી બાજુ હવે રાજ્યમાં તીડનાં ઝુંડે ખેડૂતોમાં મુશ્કેલી ઉભી કરી છે. રાજ્યનાં 9 જિલ્લાઓ જેવાં કે અમરેલી, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, બોટાદ, ભાવનગર અને ગાંધીનગર જિલ્લામાં તીડનાં ટોળેટોળાં ઉમટ્યાં છે. જેને લઇને જગતનાં તાત ભારે ચિંતામાં મુકાઇ ગયા છે. આ અગાઉ પણ રાજ્યમાં 4 કરોડથી વધુની સંખ્યામાં તીડ ત્રાટક્યા હતાં.

કૃષિ નિયામકે જણાવ્યું કે, ‘રાજસ્થાનમાં સ્થિર તીડનું ઝુંડ હવે પૂર્વ તરફ ફંટાયું છે. રાજસ્થાનનાં પણ અજમેર, જોધપુર અને નાગોર જિલ્લામાં તીડનું ઝુંડ સ્થિર થઈ ગયું છે. રાજ્યમાં 200થી 500ની સંખ્યામાં તીડનાં ઝુંડે આક્રમણ કરી દીધું છે. ત્યારે હવે આ મામલે રાજ્ય સરકાર રાજસ્થાન સરકાર સાથે પણ સતત સંપર્કમાં છે.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here