Home OTHER શું સમય જતા સબંધોમાં પ્રેમ પણ ઓછો થતો જાય છે? તમારો મત...

શું સમય જતા સબંધોમાં પ્રેમ પણ ઓછો થતો જાય છે? તમારો મત જણાવો કોમેન્ટમાં

2058
0

‘સંબંધ’ અને ‘બંધન’. આજકાલ આ બંને શબ્દોમાં પ્રવર્તતી ગેરસમજે થોડાક શબ્દો લખવાની સમજ આપી. મનની માટીમાં ધરબાયેલા આ બીજને શબ્દની શાખાઓ વડે તમારા સુધી પહોચાડવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરું છું, કદાચ એકાદ કુપળ પણ તમારા સુધી પહોચે તો તમારો ઋણી થાઉં.

કોઈક આસપાસના વ્યક્તિને કહેતા સાંભળ્યો : “અરે યાર!! અમારો ઘણો જુનો સંબંધ છે, આટલું કામ તો એણે કાઢી જ આપવું પડશે!!”
આટલા ૧૫ શબ્દોના કહેણમાં મેં કંઈક જુદું જ અનુભવ્યું. એક બાજુ તો સંબંધની વાત છે અને બીજી બાજુ સંબંધનો દુરુપયોગ કરવાની નીતિ? આવો કેવો સંબંધ?જેના બંધનમાં તમે કોઈ પાસેથી સંભવતઃ ગેરકાયદાકીય કામ કરવાની ફરજ પાડો.આમ તો સંબંધ શબ્દનો સંધિ-વિગ્રહ ’સમ’ અને ‘બંધ’ એમ બે અલગ અલગ વર્ડ્સનો સમન્વય છે, પણ આ ઘટના સગી આખે કેટલીય વાર પુનરાવર્તિત થતી જોઇને એમ લાગે છે કે ‘સમ’ શબ્દ પેલા અકળ અને અકડું ‘ન’ ને વણનોતર્યું કહેણ પાઠવી દે છે, અને વળી એ અજુગતો ‘ન’ પાછો આવીને ‘બંધ’ની પાછળ ગોઠવાઈ જાય અને નામ પડે ‘બંધન’.
સંબંધને બંધન બનાવતા કાળા માથાવાળા આપણે સૌ એ બંને વચ્ચેની પાતળી અને આછી ભેદરેખા ઓળંગી ગયા છીએ. બંધન એ એક પ્રકારનું એકમાર્ગીય રિલેશન છે જેમાં અપેક્ષાઓ અને આશાઓ માત્ર વન વેમાં જ ગતિ કરે છે, જયારે સંબંધના કિસ્સામાં દ્વીમાર્ગીયતાનો અણસાર છે,જે સામસામી પેલા ‘ન’ની અસરને નિષ્કાષિત કરી જાય છે. રોજીંદા વ્યવહારથી થોડા આગળ વધીને અધ્યાત્મની વાત કરીએ તો સ્વાભાવિક એવો સવાલ મને ઝંઝોળી જાય છે કે ‘ભગવાન સાથે પણ આપણે સંબંધ જ છે કે પછી હરિને આપણું બંધન છે?

“હે પ્રભુ!! મારું આટલું કામ થઇ જાય તો તને અગિયાર ઘીના દીવા કરું” આવી અથવા તો આને લગતી માનતાઓ મેં અને તમે બધાએ ઘણીવાર રાખી હશે અને કામ થયે પ્રામાણિકતાથી એ પૂરી પણ કરી હશે, તેમ છતાં મને આભાસ થાય છે કે ક્યાંક ને ક્યાંક તો આપણે અલૌકિક શક્તિને એકબાજુ બાંધીએ છીએ અને બીજીબાજુ કામ પૂરું થયે મુક્ત પણ કરી દઈએ છીએ છતાય રોજ યાદ તો કરીએ જ છીએ. આ રીલેશન એટલું બધું સંદિગ્ધ છે કે મારું મન એને એક જ નામ આપી શક્યું ‘સંબંધન’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here