Home GUJARAT પાકિસ્તાનના વીજપોલને ગુજરાતનો ગણાવતા AAP ના મહેશ સવાણી સોશ્યલ મિડીયામાં થયા ટ્રોલ

પાકિસ્તાનના વીજપોલને ગુજરાતનો ગણાવતા AAP ના મહેશ સવાણી સોશ્યલ મિડીયામાં થયા ટ્રોલ

6723

સુરતના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને સમાજસેવી મહેશ સવાણી ગુજરાત સરકાર પર નિશાન સાધવા જતા સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ થયા છે. મહેશ સવાણીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેમાં વાવાઝોડા બાદ વીજળીની વ્યવસ્થા ન હોવાનું કહેવામાં આવ્યું હતું અને ગુજરાત મોડેલ પર સવાલ ઉઠાવવામાં આવ્યો. મહેશ સવાણીએ આ પોસ્ટ સાથે એક લાકડામાંથી બનેલો અને સુકાઈ ગયેલા વૃક્ષ જેવો વીજપોલનો ફોટો મુક્યો હતો. જો કે આ ફોટો પાકિસ્તાનના સિંધ પ્રદેશનો હોવાથી યુઝર્સે મહેશ સવાણી (Mahesh Savani) ને ટ્રોલ કર્યા હતા. અંતે મહેશ સવાણીને આ પોસ્ટ ડીલીટ કરવાનો વારો આવ્યો હતો.