કરોડોનું કૌભાંડ કરી ભાગી છૂટેલા મેહૂલ ચોકસીની જેલમાં માર ખાધેલી હાલતમાં પહેલી તસવીર આવી સામે

    594

    કરોડોનું કૌભાંડ કરી ભાગી ગયેલા હીરાના કહેવાતા મોટા વેપારી મેહુલ ચોક્સી અત્યારે ડોમિનિકાની પોલીસ કસ્ટડીમાં છે. જ્યાંથી એન્ટુગુઆ ન્યૂઝરૂમ દ્વારા જેલમાં રહેલા ચોક્સીની તસવીર પ્રસિદ્ધ કરવામાં આવી છે. તસવીરમાં ચોક્સીની આંખ પર સોજો છે અને તે લાલ થઈ ગઈ છે અને માર મારવામાં આવ્યા હોવાના નિશાન છે. ચોક્સીના વકીલે મેહુલ ચોકસીને મારઝૂડ કરવામાં આવી હોવાનો તથા શરીર પર તેના નિશાન હોવાનો આરોપ લગાવ્યો હતો.

    ઈસ્ટર્ન કેરિબિન સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ચોક્સીના વકીલ દ્વારા દાખલ કરવામાં કેબિયસ કોરપસ અરજી પર સુનાવણી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોક્સી પર પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા 13,500 કરોડની લોન છેતરપિંડી કરવાનો આરોપ છે અને ચોક્સીની કૌભાંડી કંપની ગીતાંજલી જેમ્સ પર 5492 કરોડનું દેવું છે.

    ચોક્સી પર પંજાબ નેશનલ બેન્ક સાથે રૂપિયા 13,500 કરોડની લોન છેતરપિંડી કરવાનો આરોપ છે. જે રકમ ખાતામાં નાખવામાં આવી છે તેમાં ટોચ પર નીરવ મોદી અને મેહૂલ ચોક્સીની કૌભાંડી કંપની ગીતાંજલી જેમ્સ લિમિટેડ છે. તેમના પર ચોક્સીએ 5492 કરોડની લોન લીધી હતી. તેની સાથે અન્ય એક કંપની ગિલી ઇન્ડિયા લિમિટેડ પર 1447 કરોડ રૂપિયા અને નક્ષત્ર બ્રાન્ડ લિમિટેડે 1109 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ ઉપરાંત અન્ય એક યાદીમાં આરઇઆઇ એગ્રો લિમિટેડે 4314 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. આમ કરોડો માં રમતા ચોકસી જેલ માં માર ખાધેલી હાલત માં જોઈ શકાતા હતા.