Home GUJARAT સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈ પાસેથી મોબાઈલ મળી આવતા ચકચાર

સુરતની લાજપોર જેલમાં બંધ નારાયણ સાંઈ પાસેથી મોબાઈલ મળી આવતા ચકચાર

1142
0

જેલની સજા કાપી રહેલા નારાયણ સાંઈની પાસેથી મોબાઈલ ફોન મળી આવ્યો છે. જેલ વહીવટી તંત્રએ નારાયણ સાંઈ (Narayan Sai) પાસેથી મોબાઈલ મળી આવવા મામલે સ્થાનિક સચિન પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો છે. 

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, લાજપોર જેલ (Lajpor Central Jail) ની A-2 બેરેક નંબર-55માં આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા નારાયણ ઉર્ફે નારાયણ સાંઈ આસુમલ હરપલાણી (Narayan Sai) ઉપરાંત આજ બેરેકના અન્ય ચાર કેદીઓ પાસેથી મોબાઈલ મળી આવ્યો છે.

સુરતની જેલમાં (Lajpor Central Jail) કેદીઓ પાસેથી મોબાઈલ મળી આવવાની આ કોઈ પ્રથમ ઘટના નથી, અગાઉ પણ જેલમાંથી કેદીઓ પાસેથી મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે.

નારાયણ સાંઈ (Narayan Sai) કથા અને પ્રવચનની આડમાં મહિલાઓને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. નારાયણ સાંઈ વિરુદ્ધ સુરતની જે બે યુવતીઓએ આરોપ મૂક્યા છે, તેમને પણ કથા અને પ્રવચનની આડમાં જ નારાયણ સાંઈએ પોતાની હવસનો શિકાર બનાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here