બેંકોમાં આટલા કરોડ રૂપિયા પડ્યા છે લાવારીસ, જેનું કોઈ વારસ નથી

બેન્કોમાં બિનવારસી જમા ધનમાં ૨૬.૮ ટકાના વધારા સાથે ૧૪,૫૭૮ કરોડ રૂપિયા થઇ ગયા. માત્ર એસબીઆઈમાં ૨૦૧૮ના અંતમાં ૨૧૫૬.૩૩ કરોડ રૂપિયા બિનવારસી ધન જમા હતું.

જી હાં, બેન્કોમાં બિનવારસી જમા ધન ૨૦૧૮માં ૨૬.૮ ટકાના વધારા સાથે ૧૪,૫૭૮ કરોડ રૂપિયા થઇ ગયું છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું કે, ૨૦૧૭નું બિનવારસી જમા ધન ૮,૯૨૮ કરોડ રૂપિયાથી વધીને ૧૧,૪૯૪ કરોડ રૂપિયા થઈ ગયું છે. માત્ર ભારતીય સ્ટેટ બેંકમાં ૨૦૧૮ના અંતમાં ૨,૧૫૬.૩૩ કરોડ રૂપિયા બિનવારસી ધન જમા હતું.

ઇન્શ્યોરેંસ વિભાગની વાત કરતા મંત્રીએ જણાવ્યું કે, લાઈફ ઇન્શ્યોરેંસ વિભાગે ૧૬,૮૮૭.૬૬ કરોડ રૂપિયાની બિનવારસી રકમ વિષે જણાવ્યું. જો કે સપ્ટેમ્બર ૨૦૧૮ના અંતમાં નોન લાઈફ ઇન્શ્યોરેંસની બિનવારસી રકમ ૯૮૯.૬૨ કરોડ રૂપિયા હતી.

તેમણે જણાવ્યું કે, જ્યાં સુધી બેન્કોમાં બિનવારસી જમા ધનની વાત છે તો બેન્કિંગ રેગુલેશન ધારા, ૧૯૪૯માં સંશોધન પછી અને રેગુલેશનમાં સેક્શન 26A ને જોડવા માટે આરબીઆઈએ ડીપોઝીટર એજુકેશન એંડ અવેયરનેસ ફંડ (DEAF) સ્કીમ બનાવી છે. સ્કીમની વાત કરવામાં આવે તો બેંક એ તમામ ખાતામાં જમા બેલેન્સની ગણતરી કરે છે, જે ૧૦ વર્ષ કે તેનાથી વધુ સમય માટે ઉપયોગમાં નથી હોતા. (અથવા ૧૦ વર્ષ કે તેનાથી વધુ સમય માટે બિનવારસી પડેલા પૈસા) વ્યાજ સહીત લઈને તે પૈસાને DEAF માં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.

એવી સ્થિતિમાં જે ગ્રાહકના પૈસા DEAF માં ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા છે, જો તે ગ્રાહક પૈસા માંગે છે તો બેંકોએ ગ્રાહકને તેના પૈસા વ્યાજ સાથે પાછા આપવા માટે ડીએએએફ પાસે સંપત્તિ પાછી મેળવવા દાવો કરવાની જરૂર રહે છે. તેમણે કહ્યું કે DEAFનો ઉપયોગ ડીપોઝીટરના હિતો અને એવા બીજા ઉદ્દેશો માટે કરવામાં આવે છે, જે ભારતીય રીઝર્વ બેંક (RBI) તરફથી જણાવવામાં આવી શકે છે.

ઇન્શ્યોરેંસ કંપનીઓમાં બિનવારસી રકમ વિષે કહ્યું કે, ૧૦થી વધુ વર્ષોથી બિનવારસી રકમ રાખવા વાળી કંપનીઓ દર વર્ષે ૧ માર્ચના રોજ કે તે પહેલા વરિષ્ઠ નાગરિક કલ્યાણ કોશ (SCWF) માં તે પૈસાને ટ્રાન્સફર કરવાની જરૂર છે. SCWF નો ઉપયોગ વરિષ્ઠ નાગરિકોના હિતોને પ્રોત્સાહન અપાવતી સ્કીમ માટે કરવામાં આવે છે. એવી સ્થિતિમાં જો કોઈ દાવો કરવામાં આવે છે, તો વીમા કંપનીઓને આ પ્રક્રિયા મુજબ પોલીસીધારકો કે લાભાર્થીઓને તે રકમને વ્યાજ સાથે પાછી આપવા માટે તે ફંડમાં દાવો કરવાની જરૂર રહે છે.

એક બીજા પ્રશ્નના જવાબમાં સીતારમણે જણાવ્યું કે, પબ્લિક સેક્ટરની બેંકોમાં છેતરપીંડીની ઘટનાઓની સંખ્યા ૨૦૧૮-૧૯માં ઘટીને ૭૩૯ રહી ગઈ છે, જયારે ગયા નાણાકીય વર્ષમાં તે સંખ્યા ૧,૫૪૫ હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા પાંચ નાણાકીય વર્ષો દરમિયાન નોન પરર્ફોમિંગ એસેટ (NPA) ખાતામાંથી પબ્લિક સેક્ટરની બેંકો તરફથી ૨,૦૬,૫૮૬ કરોડ રૂપિયાની કુલ રીકવરી કરવામાં આવી છે. એક બીજા પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા ૨ નાણાકીય વર્ષોમાં દેશના કોઈ પણ ભાગમાંથી ATM માંથી રોકડ ઉપાડવાની ૧૧,૮૧૬ ઘટનાઓ બની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *