ચંદ્રયાન-2ને લઈને એક નવી જાણકારી સામે આવી છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા તરફથી ફરીથી એક વખત લેન્ડર વિક્રમની સ્થિતિને લઈને નવી જાણકારી મળવા જઈ રહી છે.
અમેરિકી અંતરિક્ષ એજન્સી NASAએ વિક્રમ અંગે કોઈ સૂચના મળવાની આશા વ્યક્ત કરી છે, કારણ કે તેના લૂનર રિકનૈસેન્સ ઓર્બિટર તે સ્થાન પરથી પસાર થશે, જ્યાં ભારતીય લેન્ડર વિક્રમ પડવાની સંભાવના છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નેશનલ એરોનૉટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA) ટૂંક સમયમાં ભારતીય ચંદ્રયાન લેન્ડરની સ્થિતિની જાણકારી આપી શકશે.
અમેરિકન અંતરિક્ષ એજન્સીએ અગાઉ જણાવ્યું હતું કે, LRO 17 સપ્ટેમ્બરે વિક્રમની લેન્ડિંગ સાઈટ પાસેથી પસાર થયું હતુ અને તે વિસ્તારની હાઈ રિજેલ્યૂશન તસ્વીરો ખેંચી હતી. નાસાએ જણાવ્યું કે, લૂનર રિકનૈસૈંન્સ ઓર્બિટર કેમેરા (LROC)ની ટીમને જો કે લેન્ડર વિક્રમના ફોટા નહતા મળી શક્યા.
આ અંગે નાસાએ જણાવ્યું કે, જ્યારે લેન્ડિંગ ક્ષેત્ર પાસેથી અમારૂ ઓર્બિટર પસાર થયું, ત્યારે ત્યાં અંધારૂ છવાઈ રહ્યું હતુ અને ધૂંધળુ દેખાતું હતું. જેના કારણે મોટાભાગનો વિસ્તાર છુપાયો હતો. સંભવ છે કે, લેન્ડર વિક્રમ લેન્ડર પડછાયા પાછળ છૂપાયું છે. LRO જ્યારે ઓક્ટોબરમાં ત્યાંથી પસાર થશે, ત્યારે પૂરતા પ્રમાણમાં અજવાળું હશે અને એક વખત ફરીથી લેન્ડરની સ્થિતિની જાણ મેળવવા અને તસ્વીર ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવશે.