Home ENTERTAINMENT ઈદ મનાવવા વતન પહોંચેલા નવાઝુદ્દીન સિદ્દીકીને 14 દિવસ માટે ક્વોરન્ટાઈન કરાયા

ઈદ મનાવવા વતન પહોંચેલા નવાઝુદ્દીન સિદ્દીકીને 14 દિવસ માટે ક્વોરન્ટાઈન કરાયા

4584

બોલીવૂડના જાણીતા એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી અને તેમનો પરિવાર ઈદના તહેવારની ઉજવણી કરવા માટે લોકડાઉનની વચ્ચે જ ઉત્તર પ્રદેશના બુઢાના ગામમાં પહોંચ્યા છે.પોલીસના જણાવ્યા મુજબ, ઉત્તર પ્રદેશની યાત્રાને કારણે નવાઝુદ્દીન સિદ્દીકી અને તેમના પરિવારને 14 દિવસ સુધી ક્વોરન્ટાઈન કરાયા છે.

પીટીઆઈના ટ્વીટ મુજબ, બોલીવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી અને તેમનો પરિવાર ઉત્તર પ્રદેશના ગામ બુઢાનામાં ઈદની ઉજવણી કરવા પહોંચ્યા હતા જેને કારણે ક્વોરન્ટાઈનમાં રાખવામા્ં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, નવાઝુદ્દીન સિદ્દીકી ગયા શુક્રવારે પરિવારની સાથે તેમના ગામ પહોંચ્યા હતા જ્યાં તેમનો ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જો કે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, નવાઝુદ્દીન સિદ્દીકી મહારાષ્ટ્ર સરકારની મજૂરી લઈને ખાનગી વાહન દ્વારા તેમના ગામ પહોંચ્યા હતા.

નવાઝુદ્દીન સિદ્દીકીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જે તેમની ફિલ્મ ‘ધૂમકેતુ’નું ટીઝર રિલીઝ થયું છે જેને લઈને એક્ટર ખૂબ જ ચર્ચામાં છે. કોમેડિ અને ડ્રામાથી ભરપૂર ટીઝર સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. નવાઝુદ્દીન સિદ્દીકીની આ ફિલ્મ 22મેના રોજ જી-5 પ્લેટફોર્મ પર રિલીઝ થશે.