Home GUJARAT હજી આટલા દિવસ સુધી રાત્રિ કરફ્યૂ લંબાવાશે, આજે નવી ગાઈડલાઈન જાહેર કરાશે

હજી આટલા દિવસ સુધી રાત્રિ કરફ્યૂ લંબાવાશે, આજે નવી ગાઈડલાઈન જાહેર કરાશે

1661

રાજયમાં રોજ કોરોનાના કેસનાં કેસનો નવો રેકોર્ડ બની રહ્યા છે. રાજયમાં રોજ 15 ટકાથી વધુ ઝડપે કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે.  તેવામાં આવતીકાલે સવારે રાજયનાં 10 શહેરોમાં રાત્રિ કરફયુ સહિતના કોવિડ નિયંત્રણોની મૂદત પૂર્ણથઈ રહી છે. ત્યારે  એચએવીઇ રાજય સરકાર રાત્રિ કરફયુમાંથી મૂકતી આપવાના મૂડમાં નથી હજી એકાદ સપ્તાહસુધી નિયંત્રણો વધારવામાં આવશે.  આજે સાંજ સુધીમાં નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

રાજયમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈરહ્યો હોયરાજય સરકાર દ્વારા રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, જામનગર, ગાંધીનગર અને જૂનાગઢ મહાનગરપાલિકા ઉપરાંત આણંદ અને નડિયાદ શહેરમાં હાલ રાત્રીના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુ અમલમાં છે જેની મૂદત આવતીકાલે સવારે 6 વાગ્યે પૂર્ણ થઈ રહી છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગો, ધાર્મીક, સામાજીક, રાજકીય અને શૈક્ષણીક મેળાવડામાં 150 વ્યકિતઓને એકત્રીત કરવાની જ મંજૂરી આપવામાં આવી રહી છે. કોરોનાના સંક્રમણને અટકાવા માટે રાજય સરકાર દ્વારા આઠ મહાપાલિકા સહિત 10 શહેરોમાં લાદવામાં આવેલા રાત્રિ કરફયુ ઉપરાંત રાજયભરમાં મૂકવામાં આવેલા અન્ય કોવીડ નિયંત્રણોની અવધી આવતીકાલે સવારે પૂર્ણ થઈ રહી છે.દરમિયાન હાલ રાજયમાં રોજ કોરોના પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યો છે.

અને કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.આવામા સરકાર રાત્રિ કરફયુ સહિતના નિયંત્રણોમાં છૂટછાટ આપવાનાં મૂડમાં નથી આજે સાંજ સુધીમાં રાત્રિ કરફર્યું વધારવા સહિતના નિયંત્રણો વધારવા અંગે જાહેરાત કરી દેવામાં આવશે.