Home GUJARAT નિતીન પટેલની નારાજગી દેખાઈ આવી, મહેસાણામાં કંઈક એવું બોલી ગયા કે ભાજપ...

નિતીન પટેલની નારાજગી દેખાઈ આવી, મહેસાણામાં કંઈક એવું બોલી ગયા કે ભાજપ વિચારતી રહી

1380

ગુજરાત રાજ્યમાં  નવી સરકાર અને નવા ચહેરાઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુકાન સંભાળ્યું છે. બીજી તરફ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે એક પછી એક મુલાકાત કરી રહ્યા છે. હાલમાં જ તેઓ મહેસાણામાં બીજેપી કાર્યકર્તાઓના એક કાર્યક્રમમાં સંબોધન દરમ્યાન નીતિન પટેલે વિરોધીઓ પર તીખા શાબ્દિક એવા પ્રહાર કર્યા હતા કે તેમને મરચા લાગી જશે. તેમણે જણાવ્યું કે રામાયણ હોય ત્યાં વિભીષણ અને મંથરા તો અચૂક હોય છે.

બીજી તરફ અન્ય રાજકીય પક્ષના લોકો પણ ભાજપમાં જોડાવવા અંગે મહેસાણામાં ભાજપ કાર્યાલયથી નીતિન પટેલે નિવેદન આપ્યુ છે..તેઓએ કહ્યુ  કે તેઓ 25થી 30 વર્ષના અનુભવથી કહે છે કે સત્તા પર હોય ત્યાં જનારા ફટાફટ જતા રહેતા હોય છે…ભાજપમાં જોડાઈ જાય છે… ભૂતકાળમાં બીજા પક્ષમાં હતા અને ભાજપ વિરુદ્ધ ગમે તે બોલતા હતા તે લોકો પણ આજે ભાજપમાં આવતા રહ્યા છે અને સારું સારું સ્થાન પ્રાપ્ત કરી ચુક્યા છે.

નીતિન પટેલે જાહેરમાં જણાવ્યું હતું કે ઘણા વ્યક્તિઓને એવો હાશ કારો થયો અને ખુશમાં છે કે નીતિન પટેલ ગયા, વિજય રૂપાણી ગયા, પરંતુ તેમને હું જણાવી દઉ કે હું માત્ર એક જ નથી ગયો સમગ્ર મંત્રીમંડળ જતુ રહ્યું છે. કોગ્રેસ છોડીને આવેલા નેતાઓ પર નિતિન પટેલનો આડકતરો કટાક્ષ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે તેમણે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી તેમના ક્ષેત્ર એટલે કે મહેસાણામાંથી જ લડવાની જાહેરાત કરી હતી. રાજીનામા આપ્યા પછી તેઓ સ્પષ્ટ રીતે બોલી નથી રહ્યા પણ જ્યારે પણ સમય કે તક મળે છે ત્યારે તેઓ તેમના વિરોધીઓ પર શાબ્દિક બાણ ચલાવીને આડકતરી રીતે પ્રહાર કરતા જોવા મળે છે.