મુંબઈથી ન્યૂયોર્ક માટે 24 ડિસેમ્બરથી નોન સ્ટોપ નવી ફ્લાઇટ

મુંબઈથી ન્યૂયોર્ક માટે 24 ડિસેમ્બરથી નોન સ્ટોપ નવી ફ્લાઇટ

હિથ્રો એરપોર્ટની સમકક્ષ વ્યસ્ત રહેતા મુંબઇના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ પરથી ડેલ્ટા એરલાઇન મુંબઇથી નોન સ્ટોપ ન્યુયોર્કની ફલાઇટ શરૂ કરશે.આ ફલાઇટ મુંબઇ એરપોર્ટ પરથી આગામી 24 ડિસેમ્બરથી આ રૂટ માટે પ્રથમ ટેકઓફ કરશે.

ડેલ્ટા એરલાઇને આ નવી ફલાઇટ ઓપરેટ કરવા સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ ફલાઇટ મુંબઇથી સવારે 12:50 કલાકે રવાના થઇ જેએફકે સવારે 6:35 કલાકે પહોંચશે. રિટર્નમાં ફલાઇટ સવારે 9:15 કલાકે રવાના થઇ મુંબઇ રાતે 10:50 કલાકે પહોંચશે. ફલાઇટમાં ઓનબોર્ડ મુસાફરોને વિવિધ મનોરંજન સાથે વાઇફાઇ ઉપરાંત ફ્રી મેસેજીંગની સુવિધા આપવામાં આવશે.આ ફ્લાઈટમાં 30 હજાર ફૂટની ઊંચાઈએથી ફ્રી મોબાઇલ મેસેજ, આઈ મેસેજ, વ્હોટ્સએપ, ફેસબુક મેસેજ કરવા સહિતની સુવિધા ઉપલબ્ધ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *