Home OTHER શું તમે જાણો છો ? તમારા નામ-સરનામાંનું Ola, Uber અને Rapido શું...

શું તમે જાણો છો ? તમારા નામ-સરનામાંનું Ola, Uber અને Rapido શું કરે છે ?

12719

જો તમે પણ Ola, Uber અને Rapido યુઝ કરો છો ? આ કંપનીઓ એપ દ્વારા નામ અને ઓળખ સહીત તમારી ઘણી જાણકારીઓ પોતાની પાસે જમા કરાવે છે. યુઝરને જણાવવામાં આવે છે કે આ જાણકારીઓ સર્વિસને સારી બનાવવા માટે છે, પરંતુ તેનો ઉપયોગ એટલે જ અટકતો નથી. લોકોની આ પર્સનલ જાણકારી થર્ડ પાર્ટીને વેચી દે છે, જે એડ માટે ડેટા ઉપયોગ કરે છે.

સાયબર સિક્યોરિટી કંપની સર્ફશાર્કના અભ્યાસમાં આ વાત સામે આવી છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે Grabtaxi, Yandex Go અને Uber સૌથી વધુ ડેટા એકત્રિત કરે છે. ભારતીય કંપની ઓલા પણ આમાં પાછળ નથી અને ડેટા સબમિશનના મામલે છઠ્ઠા સ્થાને છે. આ સંદર્ભમાં રેપિડોની સ્થિતિ તુલનાત્મક રીતે સારી છે. રેપિડો તેની એપમાંથી યુઝરની માહિતી પણ એકત્રિત કરે છે, પરંતુ તે GrabTaxi કરતા 10 ગણી ઓછી છે.

અભ્યાસમાં સૌથી આશ્ચર્યજનક બાબત આ માહિતીના ઉપયોગ વિશે છે. Surfshark CEO Vytautas Kaziukonisએ જણાવ્યું હતું કે આ અભ્યાસમાં સમાવિષ્ટ 30 રાઈડ હેલિંગ એપ્સમાંથી 9 કંપનીઓ થર્ડ પાર્ટી એડવર્ટાઈઝિંગમાં યુઝરની માહિતીનો ઉપયોગ કરે છે. આ માહિતીમાં યુઝરનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ વગેરેનો સમાવેશ થાય છે. Uber અને Lyft જેવી કેટલીક એપ પણ Race, જાતિ, Sexual Orientation, ગર્ભાવસ્થા, બાળજન્મ માહિતી, બાયોમેટ્રિક ડેટા જેવી સંવેદનશીલ માહિતી એકત્રિત કરે છે.