‘સસ્તો દારૂ, મોંઘું તેલ’, મોંઘવારી સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ સાથે સુત્રોચ્ચાર

    1901

    કોંગ્રેસના નેતાઓએ મોંઘવારી મુદ્દે ‘સસ્તો દારૂ, મોંઘું તેલ’ અને ‘મોંઘવારી હટાવો…’ જેવા સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ પક્ષોએ પોતપોતાની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે.એક તરફ ભાજપ રાજ્યભરમાં સ્નેહ મિલનના કાર્યક્રમો યોજી રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ જનજાગૃતિ અભિયાન ચલાવીને કેન્દ્ર અને રાજ્ય સરકારની નિષ્ફળતાનો પર્દાફાશ કરી રહી છે.

    આજે ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત યોજાયેલી યાત્રા દરમિયાન મોંઘવારી મુદ્દે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ કર્યો હતો.

    આ અંગે મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસ દ્વારા નડિયાદના સંતરામ મંદિરથી તાલુકા પંચાયત કચેરી સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોઓ પણ જોડાયા હતા અને મોંઘવારી સામે ઉગ્ર વિરોધ કર્યો.

    પદયાત્રા દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ હાથમાં બેનરો અને પોસ્ટરો લઈને ‘ગુજરાત અસુરક્ષિત અને મોંઘવારી સલામત છે’, ‘ખેડૂતો કચરો-ઉદ્યોગપતિઓ શ્રીમંત છે’ જેવા સૂત્રો સાથે વિરોધ કર્યો હતો.