Home SPORTS પાકિસ્તાને બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 44 રને હરાવ્યું

પાકિસ્તાને બાંગ્લાદેશને એક ઇનિંગ્સ અને 44 રને હરાવ્યું

1141
0

રાવલપિંડીમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશ પહેલી ઇનિંગ્સમાં 233 રનમાં ઓલઆઉટ થયું હતું. જવાબમાં પાકિસ્તાને 445 રન કર્યા હતા. બાંગ્લાદેશ બીજી ઇનિંગ્સમાં 168 રનમાં ઓલઆઉટ થતા એક ઇનિંગ્સ અને 44 રને મેચ હાર્યું હતું. આ જીત સાથે તેણે સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

આ જીત સાથે પાકિસ્તાનને ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 60 પોઈન્ટ્સનો ફાયદો થયો છે. તે ચોથા સ્થાને પહોંચ્યું છે. તેના 140 પોઈન્ટ્સ છે. ભારત 360 પોઈન્ટ્સ સાથે પ્રથમ, ઓસ્ટ્રેલિયા 246 પોઈન્ટ્સ સાથે બીજા અને ઇંગ્લેન્ડ 146 પોઈન્ટ્સ સાથે ત્રીજા સ્થાને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here