Home EDITORIAL પાકિસ્તાનની સિંધુમાં બોટ પલટી, 8 ના મોત, 15 લાપતા

પાકિસ્તાનની સિંધુમાં બોટ પલટી, 8 ના મોત, 15 લાપતા

93

પાકિસ્તાનમાં નદીમાં હોડી પલટી જવાની દૂર્ઘટના સામે આવી છે. આ દૂર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત નિપજ્યાં અહેવાલ પ્રાપ્ત થયા છે. જ્યારે 15થી વધારે લોકો લાપત્તા થયા છે.  આ  અંગેની જાણકારી અધિકારીએ ગુરૂવારે આપી હતી.

સૂત્રોને મળતી જાણકારી મુજબ 50 લોકોને હરિપુર શહેરથી લઇ જઇ રહેલી બોટ સિંધુ નદીના કિનારા પર પલટી ગઇ હતી. આસિસ્ટેન્ટ કમિશ્નર અરબ ગુલના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. દૂર્ઘટના સ્થળ પર બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. અધિકારીએ કહ્યું કે મૃતકોમાં ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે.

પોલીસના જણાવ્યા અનુસાર બોટમાં ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડવામાં આવ્યાં હતા જેના કારણે બોટ નદીમાં પલટી ગઇ. બોટમાં માણસોની સાથે ક્ષમતા કરતાં વધારે પશુ અને સામાન મુકવામાં આવ્યો હતો. બચાવ અને રાહત કામગીરીને ઝડપી બનાવવા પાકિસ્તાનની સેનાની વિશેષ ટૂકડીને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

એક બીજી દૂર્ઘટનાની વાત કરીએ તો હોંડુરસમાં દરિયા કિનારે માછલી પકડવાની બોટ પલટી ગઇ હતી. જેમાં અંદાજે 27 લોકોના મોત નિપજ્યાં જ્યારે અન્ય લાપત્તા બતાવવામાં આવી રહ્યાં છે. અધિકારીઓને મળેલી જાણકારી મુજબ આ બોટ દેશના પૂર્વી મોસ્કિટિયા ક્ષેત્રમાં કેરેબિયન તટ પર ડૂબી હતા. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ બોટમાં સવાર 47 લોકોને બચાવી લેવામાં આવ્યાં છે.