પાકિસ્તાનના પીએમ ઈમરાને લતાજી વિશે આપ્યું એવું નિવેદન કે……..

પાકિસ્તાનના પીએમ ઈમરાને લતાજી વિશે આપ્યું એવું નિવેદન કે……..

લતાજીના નિધને માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક મોટી ખોટ પડી છે કેમ કે, એક મહાન ગાયિકા ને આપણે ગુમાવ્યા છે. મૃત્યુમાં પણ, સુપ્રસિદ્ધ ગાયકે સાબિત કર્યું છે કે સંગીતને કોઈ સીમા હોતી નથી. પાકિસ્તાનથી શ્રીલંકા અને બાંગ્લાદેશ સુધી – ઘણા પડોશી દેશોએ પીઢ ગાયિકાને યાદ કર્યા છે.

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને પણ યાદ કરીને શોક વ્યક્ત કર્યો છે. પાકિસ્તાનમાં પણ લતાજીના પ્રશંસકો પણ આ કમનસીબ દિવસે આંસુ ભરેલી આંખે અને શોકથી ઘેરાયેલા છે.

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને કહ્યું કે, પીઢ બોલિવૂડ ગાયિકા લતા મંગેશકરજીના નિધનથી ઉપમહાદ્વીપએ ખરેખર એક મહાન ગાયીકાને ગુમાવ્યા છે જેને વિશ્વ જાણે છે. તેમના ગીતો સાંભળીને વિશ્વભરના ઘણા લોકોને ખૂબ આનંદની અનુભૂતિ થઈ છે.

નેપાળના રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીએ સ્વર્ગસ્થ ગાયિકા લતા મંગેશકરજીને શ્રદ્ધાંજલિ આપવા ટ્વિટર પર કહ્યું, મને… પ્રસિદ્ધ ભારતીય ગાયિકા લતા મંગેશકરના નિધનના સમાચારથી દુઃખ થયું છે, જેમણે પોતાના સુરીલા અવાજમાં ઘણા નેપાળી ગીતો ગાયા છે.