પાટણ પોલીસે નકલી આર.સી. બુક બનાવાનું રાજ્ય વ્યાપી કૌભાંડ ઝડપ્યું છે. જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓનું પાસિંગ ધરાવતી નકલી આર.સી.બુક મળી આવી છે.
પાટણ SOG તેમજ LCBએ નકલી આર.સી બુક બનાવાનું કૌભાંડ ઝડપ્યું છે. જેમાં અસફાકે બનાવેલ નકલી આરસી બુકો તેમજ પ્રિન્ટર જપ્ત કરવામાં આવ્યું છે. તેમજ નકલી આરસી બુક બનાવવાના કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ ગીરીરાજ પાર્ટી પ્લોટ પાસે આવેલા ભંગારના ડેલામાં ગેરકાયદેસર પ્રવૃતિ થઈ રહી હોવાની ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમીના આધારે છાપો માર્યો હતો.
જેમાં પોલીસના દરોડામાં ભંગારના ડેલામાં આવેલી ઓરડીમાંથી રામનાથપરા-5 માં રહેતા અમીન ગફાર આકળાલી (ઉ.વ.44) અને દુધસાગર રોડ પર રહેતા આરીફ હબીબ દોઢીયા (ઉ.વ.40)ની ધરપકડ કરી ડેલાની ઓરડીની તલાસી લેતા જુદા જુદા 9 ટ્રકની બોગસ આરસી બુક મળી આવી હતી.