Home POLITICS લોકો કહે છે,’કઈ રીતે’ પણ મોદી સરકાર માટે ખુશખબર

લોકો કહે છે,’કઈ રીતે’ પણ મોદી સરકાર માટે ખુશખબર

1129
0

ભારતે વર્ષ 2019માં 2.94 ટ્રિલિયન ડૉલરની ઇકાનોમીની સાથે બ્રિટન અને ફ્રાન્સને પણ પછાડી દીધા. ભારતના અર્થતંત્ર માટે અનેક દિવસો બાદ સારા સમાચાર આવ્યા છે. અમેરિકાની સિસર્ચ સંસ્થાન વર્લ્ડ પૉપ્યુલેશન રિવ્યૂએ એક રિપોર્ટ જાહેર કરીને જણાવ્યું કે ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા વાળો દેશ બની ગયો છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, બ્રિટનની અર્થવ્યવસ્થાનો આકાર 2.93 ટ્રિલિયન ડૉલર છે, જ્યારે ફ્રાન્સની 2.7 ટ્રિલિયન ડૉલર છે. પીપીપીના આધારે ભારતનો જીડીપી 10.51 ટ્રિલિયન ડૉલર છે અને તે જાપાન તથા જર્મનીથી આગળ છે. જોકે, ભારતમાં વધુ વસ્તીના કારણે પ્રતિ વ્યક્તિ જીડીપી માત્ર 2170 ડૉલર છે. અમેરિકામાં પ્રતિ વ્યક્તિ જીડીપી 62,794 ડૉલર છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતની વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર સતત ત્રીજા ક્વાર્ટરમાં નબળી રહી શકે છે અને 5 ટકાની આસપાસ રહી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં આર્થિક ઉદારીકરણ (કૉંગ્રેસના સમયમાં) 1990ના દશકમાં શરૂ થયો છે. ઉદ્યોગોને નિયંત્રણ મુક્ત કરવામાં આવ્યા અને વિદેશી વેપાર તથા રોકાણ પર નિયંત્રણ ઘટાડવામાં આવ્યું. સાથોસાથ સરકારી કંપનીઓનું ખાનગીકરણ કરવામાં આવ્યું. આ ઉપાયોથી ભારતને આર્થિક વૃદ્ધિ તેજ કરવામાં મદદ મળી છે.

જીડીપી ગ્રોથના મામલામાં ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી નથી. હાલમાં અનેક રેટિંગ એજન્સીઓએ ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન ઘટાડી દીધું છે. રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે વર્ષ 2020 માટે ભારતનો જીડીપી ગ્રોથ અનુમાનને ઘટાડી દીધું છે.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here