Home ALL INDIA પ્રિયંકા ગાંધીની જાહેરાત, યુપીમાં જો કોંગ્રેસની સરકાર આવી તો આટલા લાખ સુધીની...

પ્રિયંકા ગાંધીની જાહેરાત, યુપીમાં જો કોંગ્રેસની સરકાર આવી તો આટલા લાખ સુધીની સારવાર ફ્રી…

3625

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મોટી જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઇને તમામ પાર્ટી પોતાના દાવા અને મેનિફેસ્ટો સાથે જનતા વચ્ચે છે.  પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યુ કે કોરોના કાળમાં અને અત્યારે રાજ્યમાં ફેલાયેલા તાવમાં સરકારી ઉપેક્ષાને કારણે ઉત્તર પ્રદેશની સ્વાસ્થ્ય વ્યવસ્થાની ખરાબ હાલત બધાએ જોઇ છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે, સસ્તી અને સારી સારવાર માટે મેનિફેસ્ટો સમિતીની સહમતિથી યુપી કોંગ્રેસે નિર્ણય કર્યો છે કે સરકાર બનવા પર કોઇ પણ બીમારી હોય, મફત થશે 10 લાખ સુધીની સારવાર. જો યુપીમાં કોંગ્રેસની સરકાર બને છે તો તમામ બીમારીઓ માટે સરકાર 10 લાખની મફત સારવાર ઉપલબ્ધ કરાવશે.

બસપા સુપ્રીમો માયાવતીએ ઉત્તર પ્રદેશ સરકાર પર પ્રહાર કર્યા છે. માયાવતીએ કહ્યુ કે યુપી સરકાર દ્વારા કોરોનાથી મૃતક લોકોના પરિવારને આર્થિક સહાયતા આપવાનો નિર્ણય મોડો લેવામાં આવ્યો છે. જે ઘણો પહેલા જ લઇને તેમણે સમયથી આપવો જોઇતો હતો પરંતુ હવે આ મદદ જલ્દી મળી જવી જોઇએ, આ બીએસપીની માંગ છે.

ઉત્તર પ્રદેશમાં ચૂંટણી નજીક આવતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુપી પ્રવાસ શરૂ થઇ ગયો છે. પીએમ મોદી સિદ્ધાર્થનગર અને વારાણસી જવાના છે. અહી તે કેટલીક પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે અને પીએમ આત્મનિર્ભર સ્વસ્થ ભારત યોજનાની શરૂઆત કરશે.