ગુજરાતના રાજકારણને હચમચાવી દેનાર આ ત્રણેય લડવૈયાઓ હવે કેમ ક્યાંય દેખાતા નથી?

ગુજરાતના રાજકારણને હચમચાવી દેનાર આ ત્રણેય લડવૈયાઓ હવે કેમ ક્યાંય દેખાતા નથી?

બહુ દૂરના ભૂતકાળની નહીં બસ 18 મહિના પહેલા જ 2017માં ગુજરાતમાં વાગી રહેલા વિધાનસભા ચૂંટણીના પડઘમની વાત કરીએ તો પણ ભાજપ કોંગ્રેસની સાથે જે ત્રણ નામ યાદ આવે તે અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી છે. પંરતુ આજે ફરી ગુજરાત લોકસભા ચૂંટણીને લઈને મહત્વના ટર્નિંગ પોઇન્ટ પર આવીને ઉભું છે ત્યારે આ ત્રણેયનો કોઈ પત્તો લાગી રહ્યો નથી. વર્ષ 2015-16માં ત્રણેય યુવા નેતાઓએ વ્યક્તિગત રીતે રાજ્યના સત્તાધારી પક્ષ ભાજપને ચિંતા કરાવે તેવી સ્થિતિ પેદા કરી હતી અને તેનો લાભ કોંગ્રેસે 2017ની ચૂંટણીમાં ખૂબ લીધો. પાછાલા દોઢથી વધુ દાયકા પછી કોંગ્રેસ ગુજરાત વિધાનસભામાં મજબૂત આંકડા સાથે જગ્યા બનાવી શક્યું તો તે આ ત્રણને આભારી જ છે.

પરંતુ, આજે કોંગ્રેસના આ ત્રણેય લડવૈયાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *