Home ASTROLOGY બેડરૂમમાં પ્રેમ વધારવા માટે લગાવો આ તસવીરો, એનર્જી સાથે સબંધોમાં વધશે પ્રેમ

બેડરૂમમાં પ્રેમ વધારવા માટે લગાવો આ તસવીરો, એનર્જી સાથે સબંધોમાં વધશે પ્રેમ

196
0

 દરેક ઘરને ડેકોરેટ કરવામાં મૂર્તિ અને તસવીરો લગાવવામાં આવે છે. તેનાથી ઘરનું આકર્ષણ વધે છે. વાસ્તુ અનુસાર ઘરની સુંદરતા વધારતી તસવીરોની એનર્જી પણ હોય છે. જેનાથી ઘરમાં પ્રેમ વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે. તો ચાલો જાણીએ તસવીરોના મહત્વ વિશે.

1. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાની તસવીર લગાવવી જોઈએ. તેનાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે. વાંસળી વગાડતા કૃષ્ણ અને તેને પ્રેમથી સાંભળતી રાધાની તસવીર સવારે જોવાથી દંપતિ વચ્ચેનો તાલમેલ વધે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે.

2. બેડરૂમમાં મોર અને ઢેલની તસવીર પણ રાખવાથી લાભ થાય છે. તેનાથી દંપતિના સંબંધ મધુર બને છે સાથે જ બંને વચ્ચે રોમાંસ પણ વધે છે. આ ઉપરાંત મોર સમૃદ્ધિનું પ્રતિક પણ માનવામાં આવે છે. મોરને કૃષ્ણનું રૂપ પણ ગણવામાં આવે છે.

3. કામદેવ અને રતિને હિંદૂ શાસ્ત્રોમાં પ્રેમ અને કામના દેવતા ગણવામાં આવ્યા છે. તેમની તસવીર બેડરૂમમાં રાખવાથી પતિ પત્ની વચ્ચે હંમેશા પ્રેમ જળવાઈ રહે છે. તેમની વચ્ચે એકબીજાનું સમ્માન કરવાની લાગણી જન્મે છે અને સંબંધમાં મજબૂતિ આવે છે.

4. દંપતિ વચ્ચે પ્રેમ વધે તે માટે બેડરૂમમાં પોપટની જોડીની તસવીર રાખવી જોઈએ. પોપટની જોડી પણ કામદેવ અને રતિનું રૂપ મનાઈ છે. તે સૌભાગ્ય પણ લાવે છે.

5. પતિ પત્ની વચ્ચે હંમેશા પ્રેમ રહે તે માટે બેડરૂમમાં હંસની જોડીનો ફોટો પણ રાખવો જોઈએ. તેનાથી બંને વચ્ચે પ્રેમ વધે છે. ધન વૃદ્ધિ માટે ઘરના હોલમાં એક સફેદ હંસની જોડીની તસવીર રાખવી.

6. વૈવાહિક જીવનમાં ઝઘડા થતા હોય તો બેડરૂમમાં પતિ પત્નીએ પોતાની એવી તસવીર રાખવી જોઈએ જેમાં તે બંને ખુશ હોય.

7. બેડરૂમમાં ક્યારેય પણ એવી તસવીર ન રાખવી જેમાં કોઈ એક જ વ્યક્તિ કે ઉદાસ વ્યક્તિ જોવા મળે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here