Home NATIONAL માતાજીની પ્રતિમાના વિસર્જન દરમિયાન આઠ લોકો નદીમાં ડૂબ્યા, પાંચના મોત

માતાજીની પ્રતિમાના વિસર્જન દરમિયાન આઠ લોકો નદીમાં ડૂબ્યા, પાંચના મોત

156
0

રાજસ્થાનના ધોલપુર જિલ્લામાં ચાર અલગ-અલગ વિસ્તારોમાં મૂર્તિ વિસર્જન દરમિયાન આઠ યુવકો નદીમાં ડૂબ્યા હતા. જેમાંથી પાંચ યુવકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે ત્રણની શોધખોળ ચાલુ છ

પ્રાપ્ત માહિતી અનુસાર ધોલપુરના પોલીસ અધીક્ષક મૃદુલ કછાવાએ કહ્યું કે,”મંગળવારે મૂર્તિ વિસર્જન દરમિયાન સેપઉ, કોલારી, રાજાખેડા વિસ્તારમાં એક-એક યુવક નદીમાં ડૂબ્યો હતો જ્યારે દિહોલી વિસ્તારમાં પાંચ યુવકો નદીમાં ડૂબ્યા છે.” તેમણે જણાવ્યું હતું પાંચ યુવકોના શબ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ત્રણ અન્ય યુવકોની શોધખોળ કરવામાં આવી રહી છે.પોલીસ અને ફાયર વિભાગના કર્મીઓની ટીમ તપાસ કરી રહી છે.

દિહોલી વિસ્તારના પોલીસ અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે, મંગળવાર બપોરે ચંબલ નદીના ભૂડા ઘાટ પર દેવીની પ્રતિમાનું વિસર્જન કરતી વખતે નહાવા પડેલા બીનૂ નદીમાં ડૂબ્યા હતા. યુવકોને બચાવવા માટે અન્ય સાથી સચિન શર્મા,ભોલા,અમિત અને પ્રવેશ કુમાર પણ ઉંડા પાણીમાં છલાંગ લગાવી હતી. નદીનું વહેણ વધુ હોવાને કારણે પાંચેય યુવકો તણાઇ ગયા હતા.

અધિકારીઓ અનુસાર પ્રશાસન અને પોલીસે બચાવ અભિયાન બાદ નદીમાંથી ત્રણ યુવકો બીનૂ,સચિન શર્મા અને પ્રવેશ કુમારના શબ નીકાળ્યા છે જ્યારે અન્ય લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here