Home ENTERTAINMENT રાખી સાવંતે આ વ્યક્તિ સાથે મનાવી સુહાગ રાત, 7 મહિના પછી બાળક...

રાખી સાવંતે આ વ્યક્તિ સાથે મનાવી સુહાગ રાત, 7 મહિના પછી બાળક આવવાનો કર્યો દાવો

259
0

રાખી સાવંત પોતાના સિક્રેટ લગ્નને લઈને હેડલાઈન્સમાં છે. રાખીના લગ્નમાં પોતાને લાઈમલાઈટમાં રાખવાનું કામ દિપક કલાકને સારી રીતે આવડે છે. તેને કારણે જ જ્યારથી રાખી સાવંતના કથિત લગ્ન થયા છે. ત્યારથી રાખી અને દીપક સતત પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં છે. ક્યારેક રાખી દીપક કલાલને ફટકાર લગાવતી દેખાતી તો ક્યારેક દીપક કલાક રાખીના લગ્નના સમાચારને કારણે તેની પર પ્રહાર કરી રહ્યા છે.

એકવાર ફરીથી દિપક કલાલે રાખી સાવંતને લઈને દાવો કર્યો છે, જેને સાંભળીને લોકો આશ્વર્યમાં પડી ગયા છે. વાસ્તવમાં દીપક કલાલે દાવો કર્યો છેકે, રાખી સાવંત તેના બાળકની માતા બનવાની છે.

દીપક કલાલે પોતાની ઈન્સ્ટાસ્ટોરીમાં એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં દીપકે રાખી સાવંત પ્રેગ્નેન્ટ હોવાનો દાવો કરતાં લખ્યુ છેકે, રાખી મારું બાળક તારા પેટમાં ઉછરી રહ્યુ છે. તે પોતાના બાપના અપમાનનો બદલો જરૂર લેશે.

દીપકે આગળ લખ્યુ હતુકે, 7 મહીનાની અંદર જ તે સિંહ બહાર આવશે. શરમ આવવી જોઈએ તને કે તું આવી રીતે છપ્પન છરી સોંગનું પ્રમોશન કરી રહી છે.

ઉલ્લેખનીય છેકે, જ્યારેથી રાખી સાવંતનાં લગ્નના અહેવાલ સામે આવ્યા છે. ત્યારથી દીપક કલાલ રાખીને લઈને વિવાદિત નિવેદન આપી રહ્યો છે. તેની પહેલાં પણ દીપકે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરીને રાખી સાવંતને ખરુ-ખોટું સંભળાવ્યુ હતુ.

દીપક કલાલે દાવો કર્યો છેકે,રાખીએ તેની સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો. જેના માટે તેણે રાખીને પુરા 4 કરોડ રૂપિયાની રકમ પણ આપી હતી. આ દીપક કલાલનો ગુસ્સો છે કે પબ્લિસિટી સ્ટંટ તે કહેવું મુશ્કેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here