Home citizenship bill સુરતમાં નાગરિક સમિતિ દ્વારા CAA-NRCના સમર્થનના બેનરો સાથે રેલીનું આયોજન કરાયું,જાણો વધુ

સુરતમાં નાગરિક સમિતિ દ્વારા CAA-NRCના સમર્થનના બેનરો સાથે રેલીનું આયોજન કરાયું,જાણો વધુ

514

સીએએ અને એનઆરસીના સમર્થનમાં સુરત નાગરિક સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી યોજવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો સીએએ અને એનઆરસીના સમર્થનના બેનરો સાથે જોડાયા છે.જ્યારે રેલીના પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

જયારે નાગરિકતા સુધારા ધારા સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે, પથ્થરમારો, આગચંપીની ઘટનાઓ ચાલુ છે, લોકો જીવ ગુમાવી રહ્યાં છે છતાં દેશના અમુક રાજ્યોમાં આ બિલનો વિરોધ ચાલુ છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત સહિત વલસાડ, નવસારીમાં પણ સીએએ અને એનઆરસીના સમર્થનમાં રેલીઓ યોજવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે

#CAA-NRC #Surat #Surat Polish #Gujarat #Gujarati