RBI ગવર્નરે ત્રણ દિવસ સુધી ચાલેલી MPCની બેઠક બાદ રેપો રેટ વધારવાની જાહેરાત કરી છે. RBIએ રેપો રેટમાં 0.35% વધારો કરવાની જાહેરાત કરી છે. હવે RBIનો રેપો રેટ 5.4% થી વધીને 6.25% થઈ ગયો છે.
RBIએ સતત પાંચમી વખત તેમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. સેન્ટ્રલ બેંકે મે 2022માં રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરવાની જાહેરાત સાથે તેની શરૂઆત કરી હતી. ત્યાર બાદ જૂન, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં રેપો રેટમાં 50-50 પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો.
મે મહિનામાં મળેલી MPCની બેઠકમાં પણ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 4.90% કરવામાં આવ્યો હતો. રેપો રેટમાં વધારાની જાહેરાત કરતી વખતે, RBI ગવર્નરે એમ પણ કહ્યું હતું કે ફુગાવો આગામી ચાર મહિના સુધી 4 ટકાથી ઉપર રહેવાની શક્યતા છે. MPCના છમાંથી પાંચ સભ્યોએ રેપો રેટ વધારવાના નિર્ણયને ટેકો આપ્યો છે.
રેપો રેટની જાહેરાત કરતા RBI ગવર્નરે એમ પણ કહ્યું છે કે દેશમાં ગ્રામીણ માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે. ઉપભોક્તાનો વિશ્વાસ પણ સુધર્યો છે. RBI ગવર્નરે કહ્યું છે કે નાણાકીય વર્ષ 2023માં GDP ગ્રોથ 6.8% રહી શકે છે. RBI ગવર્નરે એમ પણ કહ્યું છે કે નાણાકીય વર્ષ 2024 ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં CPI 5% પર રહી શકે છે.