Home ENTERTAINMENT રીયલ લાઈફમાં કાંઈક આવી દેખાય છે શાહિદ કપૂરની ફિલ્મી નોકરાણી, જુઓ

રીયલ લાઈફમાં કાંઈક આવી દેખાય છે શાહિદ કપૂરની ફિલ્મી નોકરાણી, જુઓ

160
0

ફિલ્મોમાં હંમેશા આપણે જે પાત્રો જોઈએ છીએ તેમાં ઘણા બધા પાત્રો હોય છે, જેમાં હીરો, હિરોઈન, ડ્રાઈવર, નોકરાણી જેવા ઘણા પાત્રો જોવા મળતા હોય છે. તેમ છતાં ફિલ્મોમાં હંમેશા લોકો મુખ્ય હીરો કે હિરોઈનને જુવે છે અને તેના પાત્રને પસંદ કરે છે, પરંતુ ઘણા બધા એવા પાત્રો હોય છે. જેના વિષે આપણે નથી વાચી શકતા. ભલે ફિલ્મોમાં તેમના પાત્ર નાના હોય પરંતુ તે કાંઈક એવી કમાલ કરી જાય છે કે લોકો તેને હંમેશા યાદ રાખે છે.

કાંઈક એવું જ થયું ફિલ્મ કબીર સિંહ સાથે જેમાં શાહિદ કપૂરની નોકરાણીનું પાત્ર નિભાવી રહેલી સીધી સાદી હિરોઈન રીયલમાં ઘણી અલગ દેખાય છે. ફિલ્મોમાં ભલે તે સાડી પહેરીને કામ વાળી બનાવવામાં આવેલી હોય પરંતુ રીયલ લાઈફમાં કાંઈક આવી દેખાય છે શાહિદ કપૂરની ફિલ્મી નોકરાણી, તેના વિષે તમારે જરૂર જાણવું જોઈએ.

રીયલ લાઈફમાં કાંઈક આવી દેખાય છે શાહિદ કપૂરની ફિલ્મી નોકરાણી :-

શાહિદ કપૂર અને કીયારા આડવાણીની ફિલ્મ કબીર સિંહ બોક્સ ઓફીસ ઉપર ધમાલ મચાવી રહી છે. ફિલ્મના એક દ્રશ્યમાં નોકરાણીને શાહિદ કપૂર દોડાવી લે છે અને આ દ્રશ્યએ ઘણી પ્રસિદ્ધી મેળવી છે અને આ દ્રશ્ય હાઈલાઈટ થઇ ગયું છે.

આ દ્રશ્યમાં નોકરાણીથી એક ગ્લાસ પડીને તૂટી જાય છે અને શાહિદ તેની પાછળ ભાગે છે બસ પછી શું આ દ્રશ્યને જોઇને સિનેમા હોલમાં બેઠેલા લોકોનું હસવાનું બંધ થતું નથી. આ ફિલ્મમાં નોકરાણીનું પાત્ર નિભાવનારી કલાકાર વનિતા ખરાટ છે અને વાસ્તવમાં તે એટલી જાડી નથી જેટલી ફિલ્મમાં બતાવવામાં આવી છે. તેનો ફોટો તમારું દિલ ચોરી શકે છે કેમ કે વાસ્તવમાં તે ઘણી જ સુંદર છે અને ફિલ્મથી એકદમ અલગ જોવા મળે છે.

શહીદ કપૂરે પોતાના એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે કબીર સિંહનું પાત્ર નિભાવવું સરળ ન હતું અને તે તેમના માટે ચેલેંજિંગ હતું. શાહિદના જણાવ્યા મુજબ, કબીર સિંહ મારા માટે ઈમોશનલી અને શારીરિક રીતે ઘણી વધુ ચેલેંજિંગ છે. ફિલ્મમાં મારા ત્રણ જુદા જુદા લુક છે. મને ક્યારેક શાંત સ્વભાવનો દેખાડવામાં આવ્યો છે તો ક્યારેક ગુસ્સાવાળો દેખાડવામાં આવ્યો.

મારે ઘણી સિગરેટ પીવી પડી અને દાઢી પણ રાખવી પડી. આમ તો જયારે મારા પાત્રની માંગ હતી મારા નિર્દેશક જેવું વિચારતા હતા મેં એવું કરતા પહેલા એક વખત પણ નથી વિચાર્યું. મને ચેલેંજિંગ રોલ કરવો ઘણું ગમે છે. એવી રીતે નોકરાણીનું પાત્ર નિભાવનારી અભિનેત્રી વનીતા ખરાટે પણ ઘણા નાટક કર્યા છે અને ફિલ્મમાં નાના મોટા પાત્ર કરી લે છે પરંતુ આ પાત્ર નિભાવવું તેમના માટે ઘણું પડકાર ભરેલું હતું. હવે ફિલ્મ સિનેમાઘરોમાં સારી એવી ચાલી રહી છે તેનાથી તે ઘણી ખુશ છે અને બોલીવુડમાં સફળ ફિલ્મમાં કામ કરીને તે ઘણું સારું અનુભવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here