Home ALL INDIA કોંગ્રેસની આ ત્રિપુટી આજે અહીં રોડ શો નું આયોજન કરશે, કોંગ્રેસ આજે...

કોંગ્રેસની આ ત્રિપુટી આજે અહીં રોડ શો નું આયોજન કરશે, કોંગ્રેસ આજે પુરી તાકાત લગાવશે

3356

બિહારમાં 30 ઓક્ટોબરે કુશેશ્વર સ્થાન અને તારાપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટા ચૂંટણીમાં પ્રચાર માટે આજે કન્હૈયા કુમાર, હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી પટણામાં છે. કન્હૈયા કુમાર, જિગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ આજે પટણામાં 2 વાગ્યે પટણા એરપોર્ટ પર પહોચશે.અહીથી સદાકત આશ્રમ સુધી રોડ શો યોજાશએ.

ત્રણેય નેતા જનતાને મળવા માટે સદાકત આશ્રમ પહોચશે. કોંગ્રેસે તેની માટે ભવ્ય આયોજન કર્યુ છે જેમાં ઢોલ નગારા વગાડતા કાર્યકર્તા રસ્તા પર શક્તિ પ્રદર્શન પણ કરશે. બિહાર વિધાનસભાની બે બેઠકો પર યોજાઇ રહેલી પેટા ચૂંટણીને લઇને બિહાર કોંગ્રેસે પુરી તાકાત લગાવી દીધી છે.

મહત્વપૂર્ણ છે કે ભગતસિંહની જયંતીના પ્રસંગે સીપીઆઇ નેતા કન્હૈયા કુમાર અને વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં સામેલ થયા હતા. તેમના સામેલ થયા બાદ બિહારમાં પેટા ચૂંટણીને લઇને રાજનીતિ તેજ બની ગઇ હતી. હવે આજે પેટા ચૂંટણીમાં પ્રચાર માટે આજે પટણા આવી રહેલા આ યુવા ચહેરાઓ પર સૌની નજર છે. કોંગ્રેસના આ યુવા સ્ટાર પ્રચારકોને ટક્કર આપવા માટે આરજેડી તરફથી તેજસ્વી યાદવ સામે હશે. કન્હૈયા કુમારના નામ પર ખાસ કરીને નજર ટકેલી છે કારણ કે એવી ચર્ચા છે કે પાર્ટીમાં મજબૂતિ લાવવાની સાથે બિહારમાં તેજસ્વી સામે યુવા ચહેરાને મેદાનમાં ઉતારવાની નીતિથી કોંગ્રેસ કામ કરી રહી છે. માટે કોંગ્રેસે આવા યુવાઓને સ્ટાર પ્રચારકમાં સામેલ કર્યા છે.

કોંગ્રેસની લિસ્ટમાં જે નેતાઓના નામ છે તેમાં ડૉ. શત્રુઘ્ન સિન્હા, ડૉ. મો.જાવેદ, ડૉ. અનિલ શર્મા, કીર્તિ આઝાદ, અવધેશ સિંહ, શકીલ અહમદ ખાન, ઇમરાન પ્રતાપગઢી, પ્રેમચંદ મિશ્રા, ડૉ. કન્હૈયા કુમાર, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી, અમિતા ભૂષણ અને શકીલ ઉજ્જમન અંસારી, મીરા કુમાર, તારિક અનવર, ભક્ત ચરણ દાસ, ડૉ. મદન મોહન ઝા, અજીત શર્મા, નિખિલ કુમારનું નામ સામેલ છે.