Rose Day : શું તમે જાણો છો શા માટે રોઝ ડે મનાવવામાં આવે છે?

Rose Day : શું તમે જાણો છો શા માટે રોઝ ડે મનાવવામાં આવે છે?

વેલેન્ટાઈન વીકની શરૂઆત rose day થી થાય છે. માત્ર પ્રેમી-પ્રેમિકા જ નહીં, જે લોકો સિંગલ છે એમના માટે પણ આ દિવસને તેમની લાગણી વ્યક્ત કરવા માટે સારો દિવસ માનવામાં આવે છે. આ દિવસે પ્રેમીપંખીડાઓ એકબીજાને ગુલાબ આપીને પોતાનો પ્રેમ અભિવ્યક્તિ કરે છે. આપણે વર્ષોથી આ દિવસની ઉજવણી કરીએ છીએ પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે આ દિવસ શા માટે ઉજવીએ છીએ? તેની પાછળની કહાની શું છે ? જાણો તેના વિશે…

રાઝ ડે ની ઉજવણી વિશે એક વાત છે કે, જો તમે ROSE ના અક્ષરોને યોગ્ય રીતે ગોઠવો તો તે ‘EROS’ બની જાય છે જે પ્રેમનો દેવતા છે. ગ્રીક પૌરાણિક કથાઓ જણાવે છે કે ગુલાબ એ પ્રેમની દેવી Venusનું પ્રિય ફૂલ પણ છે.

રોઝ ડે વિશે એવું કહેવાય છે કે મુગલ બેગમ નૂરજહાંને લાલ ગુલાબ સૌથી વધુ પ્રિય હતા. કહેવાય છે કે નૂરજહાંને ખુશ કરવા માટે તેના પતિ દરરોજ તેના મહેલમાં હજારો તાજા ગુલાબ મોકલતા હતા.

તો જો તમે પણ સાચા પ્રેમની શોધમાં છો તો પ્રેમના વરસાદમાં ભીંજાવા માટે તૈયાર રહો. કારણ કે વેલેન્ટાઈન સપ્તાહની શરૂઆત આજે રોઝ ડેથી થઈ રહી છે, તો પછી ફૂલોનો બુકે ખરીદો અને તેને તમારા પ્રિય પાત્રને આપો. જે લાગણી અભિવ્યક્ત કરવાની તમે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા તે આજે ગુલાબ આપી કરો.