સુરતમાં એક સાથે પક્ષીઓના સામૂહીક મોત થતા ખળભળાટ, જાણો શું છે કારણ

સુરતમાં એક સાથે પક્ષીઓના સામૂહીક મોત થતા ખળભળાટ, જાણો શું છે કારણ

એલિવેશન બહારથી જેટલું સુંદર લાગે છે એટલું જ જોખમી સાબિત થાય છે. આ એલિવેશન અબોલ પક્ષીઓ માટે ભ્રમિત કરનારા સાબિત થયું છે. એક એલિવેશનના કારણે પક્ષીઓના મોત થયા છે.

રોઝી સ્ટર્લિંગ  નામના પક્ષીઓ સમૂહમાં ઉડે છે. આ સાથે જ તેઓ પક્ષીઓ કરતબ કરતા પણ જોવા મળે છે. જો કે પક્ષીઓ એલિવેશનના કાચને ખુલ્લું આકાશ સમજીને અથડાતા મોતને ભેટતા હોવાના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના રિંગરોડ પર બેંકની દિવાલ પર લગાવાયેલા કાચના એલિવેશન સાથે રોઝી સ્ટર્લિંગ બર્ડના ટોળાનું કરતબ કરતી વખતે અથડાઈને સામૂહિક મોત થયા છે.

રિંગરોડ ખાતે સુરત ડિસ્ટ્રીક્ટ કો. ઓ.બેંકનું હેડ ક્વાટર આવેલું છે. ડિસ્ટ્રીક્ટ કો. ઓ.બેંકનું એલેવેશન કાચનું છે. આજ રોજ જ્યારે બેંક કર્મચારીઓ તેમનું રોજિંદુ કામકાજ કરી રહ્યાં હતા. તે વખતે અચાનક પક્ષીઓનું એક ઝૂંડ બેંકની ઇ મારતના એલિવેશનની ગ્લાસ વોલ સાથે ધડાકાભેર અથડાયું હતું. મોટો અવાજ થતાં કર્મચારીઓ પણ ચૌકી ઉઠ્યા હતા. સિક્યુરિટી જવાનોએ કેમ્પસમાં એકસાથે સંખ્યાબંધ પક્ષીઓ મૃત્યુ પામ્યા હોવાનું જણાવ્યું હતું. સૌ કોઇ આ ઘટનાથી સમસમી ઉઠ્યા હતા. પક્ષીઓ માટે કામ કરતી જીવદયા સંસ્થા પ્રયાસનો બેંક તરફથી તુરંત સંપર્ક કરવામાં આવ્યો હતો.

રોઝી સ્ટર્લિંગ બર્ડસ હિમાલય તરફથી આવતા હોય છે. તેમા પણ ખાસ કરીને શિયાલામાં આ પક્ષીઓ સુરત આવતા હોય છે. ટોળામાં રહેતા આ પક્ષીઓ અવકાશમાં જ્યારે અવનવા કરતબ કરે ત્યારે અદ્ભુત નજારો જોવા મળતો હોય છે. બિલ્ડિંગ બહાર આકાશનું પ્રતિબિંબ ગ્લાસ ઉપર જોવા મળતા તેઓ આગળ ખુલ્લુ આકાશ સમજી ઝડપથી ઊડતા એક સાથે ગ્લાસ સાથે અથડાઇ નીચે પટકાયા હતા અને સામૂહિક મૃત્યુ થયા હતા.